સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત થયું આયોજન: વિશાળ સંખ્યામાં કર્મચારીઓ જોડાયા
પોરબંદર જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન યોજવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર જીવનની 25 વર્ષની જનસેવા અને રાષ્ટ્રસેવાને સમર્પિત યાત્રાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં વિવિધ સેવાલક્ષી અને લોકભાગીદારી આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાને પોરબંદર જિલ્લામાં પણ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય અને લોકહિતલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. સેવા સંકલ્પ અભિયાનના અભિયાનના ભાગરૂપે પોરબંદર જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે સ્વચ્છતા અને વૃક્ષારોપણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.આરોગ્ય કેન્દ્રોના પરિસર તથા આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા કામગીરી હાથ ધરી સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.આ ઉપરાંત, આરોગ્ય કેન્દ્રોના પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ, હરિયાળું પર્યાવરણ અને સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ કેળવવાનો સંદેશ આપવામાં
આવ્યો હતો. આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા આરોગ્યકર્મીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી બની સેવા મારું યોગદાનના સંકલ્પને સાકાર કર્યો હતો.
