રાણાવાવ ઉપરાંત કેશોદ અને જામનગર પોલીસ સ્ટેશનમાં પણ ગુન્હા નોંધાયા બાદ શોધતી હતી પોલીસ: આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી
રાણાવાવ પોલીસે ખૂનની કોશિશ સહિત ગંભીર ગુન્હાના આરોપીને પકડયો છે. રાણાવાવ ઉપરાંત કેશોદ અને જામનગર પોલીસ સ્ટેશનમાં પણ ગુન્હા નોંધાયા બાદ પોલીસ શોધતી હતી તેની આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સૂચના આપેલ હતી. જે અનુસંધાને રાણાવાવ ડીવીઝન વિભાગના પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ ખાસ સૂચના અન્વયે રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર બી.જી. ડાંગરના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી. મોરી તથા પોલીસ સ્ટાફના માણસો રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી. મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ ભરત કાનાભાઇ ઓડેદરાને મળેલ સંયુકત હકીકતના આધારે રાણાવાવ પોલીસ સ્ટેશનના બી.એન.એસ.ની કલમ તથા જી.પી.એકટની કલમ મુજબ મારામારી સહિત રાણાવાવ પોલીસ સ્ટેશનની પ્રોહીબીશનની કલમ તથા કેશોદ પોલીસ સ્ટેશનની બી.એન.એસ.ની કલમ તથા એમ.વી. એકટની કલમ તથા પ્રોહીબીશનની કલમ તથા જામનગર પંંચ એ- ડીવીઝન પોલીસસ્ટેશનની પ્રોહીબીશનની કલમ મુજબના ઉપરોકત ચારેય ગુન્હાના કામે લાલશાહીથી નાસતા ફરતા આરોપી રાણાવાવના આસીયાપાટના ગંડીયાવાળાનેશના કરશન કાનાભાઇ ઉર્ફે કાયડી કોડીયાતર ઉ.વ. 26 ધંધો ખેતીકામ ને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.
પકડાયેલા આરોપી સામે સવા ડઝન ગુન્હાનું લીસ્ટ
પકડાયેલ કરશન કાના ઉર્ફે કાયડી કોડીયાતર સામે અત્યાર સુધીમાં 15 જેટલા ગુન્હા નોંધાઇ ચૂકયા હોવાનું જાણવા મળ્યુ છે જેમાં રાણાવાવ પોલીસ સ્ટેશનમાંદારૂ, ઉપરાંત ખૂનની કોશિશ, રાયોટીંગ, કેશોદ, ભાણવડ,જામનગર પંચ એ -ડીવીઝન તથા જામનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018થી અત્યાર સુધીમાં 15 જેટલા ગુન્હા દાખલ થઇ ચૂકયા હોવાનું જાણવા મળ્યુ છે.
