એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે ઝૂંપડામાં દરોડો પાડી કરી કાર્યવાહી
ચોપાટીની ફૂટપાથ પાસે રહેતા શખ્શ પાસેથી મળી 341 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે ઝૂંપડામાં દરોડો પાડી કાર્યવાહી કરી હતી.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજા દ્વારા નશીલા પદાર્થો પીવાની અને વેચનારાઓ તથા માદક પદાર્થોની હેરાફેરી તથા સેવન કરનાર તત્વોની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવેલ. જે અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર એમ.એન. જાડેજા દ્વારા આવા ઇસમો અંગે બાતમી મેળવવા સુચના કરવામાં આવેલ જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના માણસો આ બાબતે કાર્યરત હોય દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ગોહિલને ચોકકસ બાતમી મળેલ કે મૂળ કર્લીપુલ નીચે ઝૂંપડપટ્ટીમાં તથા હાલ ચોપાટીની ફૂટપાથ પર રહેતો મંગલસિંહ બિરસીંગ વડીયારા બાવરી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે તેના ઝુંપડા ખાતે હાજર છે. જે હકીકતના આધારે સરકારી પંચોને સાથે રાખી રેઇડ
કરતા મજકુર ઇસમ વનસ્પતિજન્ય સુકા ગાંજા વજન 341 ગ્રામ સાથે કુલ મુદ્ામાલ કિ. રૂા. 17050 સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર્ડ કરાવેલ છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.જાડેજા, એ.એસ.આઇ. મહેબુબખાન બેલીમ, દીપકભાઇ ડાકી, રવિન્દ્રભાઇ ચાંઉ, મોહિતભાઇ ગોરાણીયા, ભરતસિંહ ગોહિલ, ભીમાભાઇ ઓડેદરા, અરજનભાઇ ઓડેદરા, સરમણભાઇ ખુંટી, ચંદ્રસિંહ ગરેજા રોકાયેલા હતા.
