પોરબંદર મનપાને સરકારે ફાળવ્યો સેટેલાઈટ ફોન

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા કુદરતી અને માનવસર્જિત આફતો વખતે અસરકારક સંચાર વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અપાઇ સુવિધા

પોરબંદર મહાનગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા સેટેલાઈટ ફોન ફાળવવામાં આવ્યો છે
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગાંધીનગર દ્વારા પોરબંદર મહાનગરપાલિકાને સેટેલાઈટ ફોન ફાળવવામાં આવ્યો છે. કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિ દરમિયાન અસરકારક સંચાર વ્યવસ્થા જાળવી શકાય અને આપત્તિના સમયે તાત્કાલિક સહાય તથા સંકલન સુનિશ્ચિત કરી શકાય તે હેતુથી આ સેટેલાઈટ ફોનનો ઉપયોગ કરવામાં આવશે.
આ સેટેલાઈટ ફોનના માધ્યમથી પોરબંદર જિલ્લામાં કોઈપણ પ્રકારની ઇમરજન્સી અથવા આપત્તિ સર્જાય તેવા સંજોગોમાં સંચાર વ્યવસ્થા જાળવી સંબંધિત વિભાગો સાથે સંપર્ક સાધી શકાશે.
આ ઉપરાંત, જરૂરિયાતના સમયે અન્ય જિલ્લાઓ તથા રાજ્ય કક્ષાએ સંકલન સાધીને જરૂરી મદદ મેળવવા અને રાહત-બચાવ કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે પણ સેટેલાઈટ ફોન ઉપયોગી સાબિત
થશે.
આ વ્યવસ્થાથી આપત્તિના સમયે સંચાર સુવિધાને વધુ સુદૃઢ બનાવી તાત્કાલિક પ્રતિસાદ, આંતરવિભાગીય સંકલન અને રાહત-બચાવ કામગીરીને વેગ મળશે. પોરબંદર જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન તંત્રની સજ્જતા વધારવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.

રિલેટેડ ન્યૂઝ