માધવપુરના બંદર ખાતે સફાઇ અભિયાન કાર્યક્રમ યોજાયો

200 કિલોગ્રામ ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો

માધવપુરના બંદર ખાતે સફાઇ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.
‘સેવા સંકલ્પ અભિયાન’ અને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનના ભાગરૂપે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, પોરબંદર દ્વારા મત્સ્ય ઉતરાણ કેન્દ્ર, માધવપુર ખાતે સ્વચ્છતા ઝુંબેશ અને શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા સંકલ્પ અભિયાનના ભાગરૂપે શ્રમદાનના કાર્યક્રમમાં આશરે 25 જેટલા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દરિયાકાંઠા અને મત્સ્ય ઉતરાણ કેન્દ્રની સ્વચ્છતા જાળવવાના હેતુથી યોજાયેલા આ અભિયાન દરમિયાન સ્થળ પરથી આશરે 200 કિલોગ્રામ જેટલા ઘન કચરાની એકત્રિકરણ કરીને તેનો યોગ્ય અને સુરક્ષિત સ્થળે નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને અગ્રણીઓએ દરિયાઈ પર્યાવરણની સુરક્ષા અને માછીમાર વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા અંગે સ્થાનિકોને જાગૃત કર્યા હતા. માછીમાર એસોસીએશન, ગ્રામપંચાયત અને આંગણવાડીની બહેનોના સંયુક્ત પ્રયાસોથી હાથ ધરાયેલી આ કામગીરીને સ્થાનિક લોકો દ્વારા બિરદાવવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ