કોલેજીયન યુવાપેઢીને વ્યસન-નશાથી દૂર રહેવા અપાયુ માર્ગદર્શન

નશામુકત ભારત અભિયાન અન્વયે કોલેજમાં યોજાયો કાર્યક્રમ

કોલેજીયન યુવાપેઢીને વ્યસન-નશાથી દૂર રહેવા માર્ગદર્શન અપાયુ હતુ. નશામુકત ભારત અભિયાન અન્વયે કોલેજમાં કાર્યક્રમ યોજાયો હતો. નશામુકત ભારત અભિયાન-ગુજરાત રાજ્ય નિમિત્તે નશાબંધીના ઘનિષ્ટ પ્રચાર-પ્રસાર અર્થે વકતવ્યના તેમજ શપથ વિધિના કાર્યક્રમનું આયોજન કોલેજ, ખાતે પોરબંદર જિલ્લા એસ.ઓ.જી. પોલીસ અને આબકારી ખાતુ પોરબંદર દ્વારા સંયુકત ઉપક્રમે કરવામાં આવેલ. કાર્યક્ર્રમની શરૂઆત પ્રિન્સિપાલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનુ શબ્દોથી સ્વાગત કરવામાં આવેલ. ત્યારબાદ એન્ટી નારકોટીકસ વિંગના જમાદાર ખાન દ્વારા વિદ્યાર્થીઓને ડ્રગ્સ વિશે. વિવિધ માહિતી આપવામાં આવેલ તેમજ ગાંજા, ચરસ,અફીણ, હેરોઇન, કોકઇન જેવા નશીલા પદાર્થોના ગેરકાયદેસર ઉત્પાદન, વેચાણ, પરિવહન અને સેવનના જોખમો અંગે સમજણ આપવામાં આવી હતી. ત્યારબાદ નશાબંધી અધિક્ષક પી.આર. ગોહિલે દારૂ તથા અન્ય નશાકારક પદાર્થોના સેવનથી વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપરાંત તેના પરિવાર તથા સામાજિક જીવન પર પ્રતિકુળ અરસ થતી હોવાથી વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા તેમજ પોતાના પરિવાર, મિત્રો અને સમાજમાં પણ નશા વિરોધી જાગૃતિ ફેલાવવા અપીલ કરવામાં આવી હતી. ‘નશાથી દુર રહો-પરિવારને સુરક્ષિત રાખો, સમાજને નશામુકત બનાવો’ ના સંદેશ સાથે શપથ લેવડાવવામાં આવ્યા હતા. અંતે કોલેજના પોરબંદરના શિક્ષકે આભારવિધિ રજૂ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
આ નશાબંધી પ્રસાર કાર્યક્રમમાં નશાબંધી અધિક્ષક પી.આર.ગોહિલ, સબ ઇન્સ્પેકટર બી.એમ. સોલંકી, એસ.ઓ.જી. પોલીસ જમાદાર ખાન તથા તેમનો સ્ટાફ, વી.જે. મોઢા કોલેજ પોરબંદરના પ્રિન્સીપાલ તેમજ તેમનો તમામ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો અને કાર્યક્રમ સફળ રહેવા પામ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ