ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત બાદ તંત્ર જાગ્યુ: વાહનચાલકોને થઇ રાહત
વનાણાના ટોલનાકા પાસે બંધ કરી દેવાયેલો રસ્તો અંતે ખુલ્લો થયો હતો. ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત બાદ તંત્ર જાગ્યુ હતુ.
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના ચીફ એકઝીકયુટીવ દિનેશ માંડવીયાએ જણાવ્યુ હતુ કે પોરબંદર મતદાન વિસ્તારથી બે બે કેબિનેટમંત્રી ચૂંટાઇને આવેલ છે.
છતાં પોરબંદર શહેરના ગેરકાયદેસર ટોલનાકા સબંધે કાર્યવાહી કરવાની તો દૂરની વાત છે. ચર્ચા પણ થતી નથી. તેઓની નિષ્ક્રિયતાને લીધે દિન પ્રતિદિન ટોલનાકા સંચાલકોની મનમાની વધતી જાય છે. તાજેતરમાં ટોલનકા પાસેનો સર્વિસ રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો.
આ બાબત પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના ચીફ એકઝીકયુટીવ દિનેશ. વી. માંડવીયાને ધ્યાને આવતા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષકને આ મુદ્ે ફરિયાદ કરતા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષકે પોરબંદર ઉદ્યોગનગર પોલીસને તપાસ સોંપેલ હતી. તે અનુસંધાને રસ્તાને ખુલ્લો કરી નાખવામાં આવ્યો છે અને વાહનોની અવરજવર થઇ રહી છે.
