પોરબંદરમાં “જશ્ને ઈદે ગૌષુલઆઝમ નિમિતે શાનદાર જુલુસ નીકળ્યું

સુન્ની અંજુમને ઇસ્લામ દ્વારા આયોજિત જુલુસમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા

પોરબંદરમાં ઈદ નિમિત્તે જુલુસનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદરમાં “જશ્ને ઈદે ગૌષુલઆઝમ ” નિમિતે સુન્ની અંજુમને ઇસ્લામ દ્વારા શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા. પીરાને પીર, દસ્તગીર, ગૌષુલઆઝમ હઝરત શૈખ સૈયદના અબ્દુલકાદિર જીલાની રદીઅલ્લાહો અનહોની 11 વી શરીફ નિમિતે હઝરત મીરાપીર બાદશાહ ની દરગાહ ખાતે થી નીકળેલ જુલુસ મુખ્ય એસ.વી.પી. રોડ ઉપરથી ખાદીભંડાર, એમ.જી. રોડ અને લિબર્ટી રોડ ઉપર થી પસાર થઇ હઝરત મીરાપીર બાદશાહ ની દરગાહ ખાતે પૂર્ણ થયું હતું. આ જુલુસ ખલીફા-એ-તાજુશ્શરીઆ – વ- ખલીફા-એ-રફીકે મિલ્લત સૈયદ સઆદતઅલીબાપુ કાદરી ખતીબો ઇમામ જુમ્મા મસ્જિદ, પોરબંદર, ખલીફા-એ-તાજુશ્શરીઆ, ખલીફા-એ-મોહદ્દીષે કબીર, હઝરત અલ્લામા સૈયદ જલાલબાપુ સાહબ ખાતીબો ઇમામ હલીમા મસ્જિદ, પોરબંદર, ખલીફા-એ-કાઈદે મિલ્લત, હઝરત અલ્લામા સૈયદ ગુલામબાપુ કાદરી ખતીબો ઈમામ સુન્નીવોરા મસ્જિદ પોરબંદર ની સદારત અને સિયાદ્ત માં નીકળ્યું હતું. આ જુલુસ માં કાજી એ પોરબંદર હાફિઝ વાસિફરઝા સાહેબ, (ખતીબો ઇમામ નગીના મસ્જિદ પોરબંદર), રહેમાની મસ્જિદ ના ઇમામ હાફિઝ ઈલ્યાસ સાહેબ, સહિત પોરબંદરના સાદાતે કીરામ, ઓલમા-એ-કીરામ અને મસ્જિદોના ઈમામ સાહેબો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પોરબંદરના મશહૂર નાઅતખ્વાંઓ ઉપસ્થિત રહી નાઅતશરીફ પઢી હતી. જુલુસ ના મુખ્ય વાહન માં કાર્યક્રમ નું સંચાલન ખારી મસ્જિદ ના પેશ ઇમામ મોલાના ઉસ્માનગની કાદરીએ કર્યું હતું.આ શાનદાર જુલુસમાં સુન્ની મુસ્લિમ બિરાદરો બહોળી સંખ્યામાં અદબો અહેતરામ સાથે દુરૂદશરીફ પઢતા પઢતા જોડાયા હતા. જુલુસના રૂટ ઉપર સખીદાતાઓ, કમિટીઓ દ્વારા નીયાઝ વિતરણ પણ કરવામાં આવી હતી. આ જુલુસના આયોજન માં સાથ સહકાર આપનાર તમામ નો સુન્ની અંજુમને ઇસ્લામ પોરબંદરના હોદેદારો ઉપપ્રમુખ એડવોકેટ અકબર સિલેમાન સેલોત, સેક્રેટરી અશરફ યુસુફ પટેલ, જો.સેક્રેટરી એડવોકેટ હારૂન કાસમ સાટી, ખજાનચી દાઉદભાઈ કાસમભાઈ શેઠા, ઓડિટર યાકુબ હારુન મુલ્લા અને ફારૂકભાઈ બઘાડએ આભાર વ્યક્ત કર્યો છે.આ જુલુસમાં પોરબંદર પોલીસ દ્વારા શ્રેષ્ઠ બંદોબસ્ત જાળવ્યું હતું. પોરબંદરના એસ.પી. ભગીરથસિંહ જાડેજા, ડી.વાય.એસ.પી. ઋતુરાબા તેમજ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પી.આઈ.પરમાર અને સ્ટાફનો સુન્ની અંજુમને ઇસ્લામના હોદેદારોએ આભાર વ્યક્ત કરેલ છે.

રિલેટેડ ન્યૂઝ