વિવિધ વિષયને લગતા 90 જેટલા પ્રોજેકટ થયા રજૂ
રાણાકંડોરણા ખાતે ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન યોજાયુ હતુ જેમાંવિવિધ વિષયને લગતા 90 જેટલા પ્રોજેકટ રજૂ થયા હતા.
જેમાં વિદ્યાર્થીઓએ પોતે જાતે બનાવેલા વિવિધ વિષયને લગતા 90 પ્રોજેક્ટસ બનાવીને મુકવામાં આવ્યા હતા. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, તાર્કિક વિચારશક્તિ, સર્જનાત્મકતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો. ગણિતની ગમ્મત, વિજ્ઞાનના અવનવા પ્રયોગો માં ઉર્જા સંરક્ષણ ,આર્ટિફિશ્યલ ઈંટેલિજન્ટસ અને પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયોને રસપ્રદ રીતે રજૂ કરવા માટે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આવા શૈક્ષણિક આયોજનો દ્વારા વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસાવૃત્તિ, નિરીક્ષણશક્તિ અને સ્વઅનુભવ દ્વારા શીખવાની ભાવનાનો વિકાસ થાય છે. ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ જેવા વિષયોને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ સાથે જોડીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રદર્શન વિદ્યાર્થીઓ માટે જ્ઞાન, અનુભવ અને નવીન વિચારોનું પ્રેરણાદાયી માધ્યમ બન્યું હતું.શાળાના બાળકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને પ્રદર્શન નિહાળ્યું હતું.
