ધારાસભ્ય કાંધલ જાડેજાએ ઓડદર ગામની કરી મુલાકાત

ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા તેમના વિસ્તારના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત ઓડદર ગામની મુલાકાત લેવામાં આવી હતી.શ્રી ગોરખનાથ મંદિર ખાતે યોજાયેલ બેઠકમાં ધારાસભ્યએ ગામના વડીલો, યુવાનો અને આગેવાનો સાથે રૂબરૂ મુલાકાત કરી ગામલોકોની રજૂઆતો અને વિવિધ પ્રશ્ર્નો ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા.
ગામલોકો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને ગંભીરતાથી ધ્યાને લઈ ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ લાગતા-વળગતા અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી હતી અને પ્રશ્ર્નોના તાત્કાલિક નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરાવી હતી.આ પ્રસંગે ગામના વડીલો, યુવાનો સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ