મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત થયું આયોજન
પોરબંદરના વોર્ડ નં-12 માં વિદ્યાર્થીઓને સ્વચ્છતા જાળવવા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત વોર્ડ નં- 12 માં આવેલ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે એક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં શાળાના બાળકોને સ્વચ્છતાનું મહત્વ, સ્વચ્છતા જાળવણી અને ઘરે-ઘરે નીકળતા ભીના અને સુકા કચરાને અલગ-અલગ રાખવા અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં વોર્ડ નં. 12 ના કોર્પોરેટરો મધુબેન જોષી તથા જય ચૌહાણ, છાંયા નગરપાલિકાના પુર્વ પ્રમુખ ભોજાભાઈ ખૂંટી, પુર્વ સેનિટેશન ચેરમેન લાખાભાઈ ખૂંટી, સતિષભાઈ જોષી, સ્વામિનારાયણ સ્કુલના પ્રિન્સિપાલ, શિક્ષક સ્ટાફ તેમજ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે સૌ બાળકોને પોતાની આસપાસ સ્વચ્છતા જાળવવા અને અન્યને પણ જાગૃત કરવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
