મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના બે દિવસના કાર્યક્રમના આયોજન અંગે પણ થઈ ચર્ચા
પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પોરબંદર જિલ્લા બક્ષીપંચ મોરચાની પરિચય બેઠક અને આયોજન બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રીના પોરબંદર પ્રવાસ અંતર્ગત સર્વોદય વનના લોકાર્પણ, વિવિધ ખાતમુહૂર્ત અને પ્રાર્થના સભાની તૈયારીઓ અંગે ચર્ચાપોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ડો.ચેતનાબેન તિવારીના માર્ગદર્શન હેઠળ બક્ષીપંચ મોરચાની પરિચય બેઠક તથા આયોજન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આગામી 1 અને 2 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રીના પોરબંદર પ્રવાસ અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમોને સફળ બનાવવા માટે બેઠકમાં તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન સર્વોદય વનનું લોકાર્પણ, વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત તથા 2ઓક્ટોબરના રોજ કીર્તિ મંદિર ખાતે પ્રાર્થના સભા સહિતના કાર્યક્રમો યોજાનાર છે. આ કાર્યક્રમોના સુચારુ આયોજન, સંગઠનની ભૂમિકા અને મોરચાના હોદ્દેદારો તથા કાર્યકરોની સક્રિય ભાગીદારી અંગે બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કપિલભાઈ કોટેચા,જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા મહામંત્રી વિશાલભાઈ મઢવી, જિલ્લા ભાજપ મહામંત્રી વનરાજભાઈ ઓડેદરા, શહેર ભાજપ પ્રમુખ અશોકભાઈ ભરડા અને તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઈ મોઢવાડિયાઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં આગામી તમામ કાર્યક્રમોને સફળ બનાવવા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોને સાથે મળીને કાર્ય કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
