10% ઇન્સેટિવ રિબેટની મુદત 31 ડિસેમ્બર સુધી લંબાવાઈ: વ્યાજ માફી યોજનાની મુદત 31 ઓક્ટોબર સુધી વધારવામાં આવી
પોરબંદર મહાનગરપાલિકાની જનરલ બોર્ડ ની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદીના અધ્યક્ષસ્થાને અને મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીરથાણીની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકા કચેરી ખાતે જનરલ બોર્ડની સામાન્ય સભા યોજાઈ હતી. બેઠકમાં મિલકત વેરા સંબંધિત મહત્વની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જેમાં કરદાતાઓને રાહતરૂપ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષના મિલકત વેરાની વસૂલાતને પ્રોત્સાહન આપવા માટે એજ્યુકેશન સેસ સિવાયના મિલકત વેરા પર 10% ઇન્સેન્ટીવ રીબેટ આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. અગાઉ આ યોજનાની મુદત તા. 30 સપ્ટેમ્બર, 2026 સુધી નક્કી કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા ૠઈંઙકના જજ્ઞરિૂંફયિ ફત ફ જયદિશભય (જફફજ) મોડેલ આધારિત ઈંક્ષયિંલફિયિંમ ઊછઙ જુતયિંળ અમલમાં મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાથી ટેક્સની ડેટા એન્ટ્રી સહિતની કામગીરીમાં સમય લાગ્યો હતો. જેના પરિણામે એપ્રિલ-2026ના મિલકત વેરાના બિલો જૂન-જુલાઈ બાદ ઇશ્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મિલકતધારકો સુધી બિલ પહોંચાડવામાં પણ સમય લાગ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાને લઈને જનરલ બોર્ડ દ્વારા એજ્યુકેશન સેસ સિવાયના મિલકત વેરા પર મળતી 10% ઇન્સેન્ટીવ રીબેટની મુદત તા. 30 સપ્ટેમ્બર, 2026થી વધારીને હવે તા. 31 ડિસેમ્બર, 2026 સુધી લંબાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.
આ નિર્ણયથી વધુમાં વધુ મિલકતધારકો સમયસર મિલકત વેરો ભરીને 10% ઇન્સેન્ટીવ રીબેટનો લાભ મેળવી શકશે. આ ઉપરાંત, પોરબંદર મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરા તથા હાઉસ ટેક્સ, સફાઈ વેરો, સ્ટ્રીટ લાઇટ વેરો, પાણી વેરો અને ગટર વેરા સહિતની બાકી રકમ એકસાથે ભરપાઈ કરનાર કરદાતાઓને ઘક્ષય ઝશળય જયિિંંહયળયક્ષિં હેઠળ 90% વ્યાજ માફી આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.
સામાન્ય સભાના ઠરાવ નં. 8 તા. 18 જૂન, 2026થી મંજૂર થયેલી આ યોજનાની મુદત અગાઉ તા. 30 સપ્ટેમ્બર, 2026 સુધી હતી. વધુમાં વધુ કરદાતાઓ બાકી વેરાની રકમ ભરપાઈ કરીને 90% વ્યાજ માફી યોજનાનો લાભ મેળવી શકે તે હેતુથી જનરલ બોર્ડમાં રજૂ થયેલી દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. જેના પગલે હવે આ યોજનાની મુદત તા. 30 સપ્ટેમ્બર, 2026થી વધારીને તા. 31 ઓક્ટોબર, 2026 સુધી કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષથી ટેક્સ વિભાગનું મોડ્યુલ ૠઈંઙક દ્વારા કાર્યરત કરવામાં આવ્યું છે અને બિલ બજવણીની કામગીરી પણ તબક્કાવાર હાથ ધરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરદાતાઓને પૂરતો સમય મળી રહે તથા મહાનગરપાલિકાની વેરા વસૂલાતમાં પણ વધારો થાય તે હેતુથી બંને યોજનાઓની મુદત લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જનરલ બોર્ડના આ નિર્ણયથી એક તરફ ચાલુ વર્ષનો મિલકત વેરો ભરનારા કરદાતાઓને 10% ઇન્સેન્ટીવ રીબેટનો લાભ મળશે, જ્યારે બીજી તરફ બાકી વેરો ભરપાઈ કરનાર કરદાતાઓને 90% વ્યાજ માફીનો લાભ મળશે. મહાનગરપાલિકાએ કરદાતાઓને આ બંને યોજનાઓનો સમયમર્યાદામાં લાભ લઈ બાકી વેરાની રકમ તથા ચાલુ વર્ષનો મિલકત વેરો ભરપાઈ કરવા અપીલ કરી છે. આમ મિલકત વેરા અંગે પોરબંદર મહાનગરપાલિકાના મેયર શ્રી સાગરભાઇ મોદીએ જનરલ બોર્ડમાં મહત્વના નિર્ણયો કર્યા હોવાથી કરદાતાઓને લાભ મળશે. વેરાની બાકી રકમ ભરનારને 90 ટકા વ્યાજમાફીની મુદ્દત 31 ઓકટોબર સુધી લંબાવાઈ છે, એમ છતાં સમયમર્યાદામાં બાકી વેરો નહીં ભરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું મેયરએ જણાવ્યું હતું.
આ બેઠકમાં ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, ડેપ્યુટી કમિશનર કિશન બી. ગરસર, મનન ચતુર્વેદી તથા કોર્પોરેટર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
