દારૂ પીને, ફૂલસ્પીડે તથા માનવ જિંદગી જોખમાય તે રીતે વાહનચલાવનારા ઇસમો સામે યોજાઇ ડ્રાઇવ: ટ્રાફિકને અડચણરૂપ વાહન પાર્ક કરનારાઓ સામે પણ લેવાયા પગલા
પોરબંદર જિલ્લામાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા 19 વાહનચાલકો સામે એફ.આઇ.આર થઇ છે. દારૂ પીને, ફૂલસ્પીડે તથા માનવજિંદગી જોખમાય તે રીતે વાહનચલાવનારા ઇસમો સામે ડ્રાઇવ યોજાઇ હતી.તથા ટ્રાફિકને અડચણરૂપ વાહન પાર્ક કરનારાઓ સામે પણ પગલા લેવાયા હતા.
બખરલાના રાણા કરણ મોરી, બોખીરાના પ્રકાશ કાના સોમૈયા, છાયાના દરબારગઢ પાસે રહેતા શૈલેષ ધીરજલાલ એરડા, સુદામાચોક નજીક ટ્રાફિકને અડપણરૂપ રીક્ષાઓ પાર્ક કરી હોવાથી ગુન્હા દાખલ થયા હતા. છાયા નવાપરાનો વિશાલ કરશન ડાભી, સત્યનારાયણ મંદિર પાસે રહેતો ભગવાનજી નારણજી થાનકી કેફી પીણુ પીધેલી હાલતમાં સ્કૂટર ચલાવતા નીકળ્યા ત્યારે પકડાયા હતા કોળીવાડમાં હનુમાનગલીમાં રહેતા જગદીશ કાનજી સોલંકી જૂની દીવાદાંડી પાસેથી પીધેલી હાલતમાં બાઇક લઇને નીકળ્યો ત્યારે પોલીસે ધરપકડ કરી હતી. ભોજેશ્ર્વર પ્લોટના પી.ડબલ્યુ.ડી. કવાર્ટરમાં રહેતા વિશાલ વાલજી કાણકીયાએ ઝુંડાળા વિસ્તારમાં છોટા હાથી ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરતા અટકાયત થઇ હતી. બીરલા કોલોનીના સોલ્ટના દંગાના પાર્કિંગની પાછળ રહેતા સુરેશ જોન નાડારે નવીયુગ હાઇસ્કૂલ પાસે દુર્ગા ઇડલો ઢોસા નામની રેકડી અકસ્માત થાય તે રીતે રાખતા કાર્યવાહી થઇ હતી. કુંભાવાડામાં ચામુંડા મંદિર પાસે રહેતા રમેશ બાબુ પરમારે ખોજાખાના નજીક છકડો રીક્ષા ભયજનક રીતે પાર્ક કરતા કાર્યવાહી થઇ હતી. મૂળ રાજસ્થાન તથા હાલ ઝુરીબાગ શેરી નં. 5માં રહેતા નીરંજનસિંહ મદનસિંહ ચૌહાણે ખોજાખાના નજીક શ્રીનાથજી આઇસક્રીમની રેકડી અવરજવરમા અડચણરૂપ રાખતા ધરપકડ થઇ હતી. કડીયાપ્લોટ શેરી નં. 8ના જયેશ વજશી ગોઢાણીયા પીધેલી હાલતમાં સ્કૂટર લઇ રોકડીયા હનુમાન મંદિર નજીકથી નીકળતા કાર્યવાહી થઇ હતી. કુતિયાણાના હનુમાનપરામાં રહેતા મહેન્દ્ર કેશુ ધાંધલ ફૂલસ્પીડે બાઇક લઇને વચ્છરાજ હોટલ પાસેથી નીકળ્યો ત્યારે પોલીસે અટકાયત કરી હતી.ઇશ્ર્વરીયાના પરેશ અમરા સોલંકીએ વચ્છારાજ હોટલ પાસે ટ્રાફિકને અડચણ રૂપ છકડો રીક્ષા પાર્ક કરતા અટકાયત થઇ હતી. પોરબંદરના હનીફ હિસાભાઇ કાબાવલીયાએ મૂળ માધવપુરની ગુંદાળી ચેક પોસ્ટ પાસેથી ભયજનક રીતે બોલેરો ચલાવતા પકડી લેવાયો હતો. જાવર ગામના સંદીપ રમેશ ડોડીયાને જુના જકાતનાકા પાસેથી પીધેલી હાલતમાં લાયસન્સ વગર બાઇક ચલાવતા પકડી લીધો હતો. કડીયાપ્લોટના કામદાર ચોકમાં રહેતા પ્રેમ નીતિન રાઠોડને નશાની હાલતમાં બાઇક ચલાવતા સ્મશાનના ગેટ સામેથી પકડી લીધો હતો. સીતારામનગરના ભરતનગર 1માં રહેતા સંજય લખમણ વિસાણાને ઉદ્યોગનગર રેલ્વેફાટક પાસેથી પીધેલી હાલતમાં બાઇક ચલાવતા પકડી લેવાયો હતો. રાણાકંડોરણાના પુંજાપરા ધારમાં રહેતા જગદીશ મગન સુરેલાના મીણસાર નદીના પુલ પાસેથી રોંગસાઇડમાં બાઇક ચલાવતા પકડી લીધો હતો. બોખીરાના પ્રતાપ સવદાસ બોરસીયાને નશાની હાલતમાં બાઇક ચલાવતા પકડી લેવાયો છે.
