કંટોલ ગામે ખેડૂતો સાથે સંવાદનું થયુ આયોજન: પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો કૃષિની પધ્ધતિ અને જમીનના જતન અંગે આપ્યુ માર્ગદર્શન
પોરબંદર જિલ્લા ભાજપ કિશાન મોરચા દ્વારા ‘મન કી બાત પ્રાકૃતિક કૃષિ કે સાથ’ કાર્યક્રમ યોજાયો
હતો.
પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ગામ કંટોલ ત્યાં જેન્તીભાઇ પુંજાભાઈ રાઠોડ ને ત્યાં ‘મન કી બાત પ્રાકૃતિ કૃષિ કે સાથ’ નો કાર્યક્રમ યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ચેતનાબેન તિવારી જયસિંહ પઢીયાર કિસાન મોરચાના પ્રભારી પોરબંદર જિલ્લા કિસાન મોરચાના, પ્રમુખ ભીમભાઇ ઓડેદરા, મહામંત્રી નિલેશભાઈ ખૂટી, મહામંત્રી દિલીપભાઈ ખૂટી, લીલાભાઈ રાવલીયા કુતીયાણા તાલુકા ભાજપ પ્રમુખ, મહેન્દ્રભાઈ સંતોકી કુતિયાણા તાલુકા પ્રમુખ કિસાન મોરચા, દેવાભાઈ ઓડેદરા રાણાવાવ તાલુકા પ્રમુખ કિસાન મોરચા, સંજયભાઈ ખૂટી સંયોજક પ્રાકૃતિક ખેતી કિસાન મોરચા, સંજયભાઈ ઓડેદરા સોશિયલ મીડિયા ક્ધવીનર, સંજયભાઈ ખીસ્તરીયા પ્રેસ મીડિયા ક્ધવીનર તથા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દેવાભાઈ ઓડેદરા કે જેઓ પ્રાકૃતિક ખેતી કરે છે તેઓએ ખેડૂતોને વિસરાતી પ્રાકૃતિક ખેતી કઈ રીતના કરવી તેની ખેડૂતોને સમજ આપી હતી અને પ્રાકૃતિક ખેતી કરવાથી આપણે કેટલો ખેતીમાં અને શરીરમાં ફાયદો થાય છે તે પણ જણાવ્યું હતું અને ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું હતું કે પ્રાકૃતિક ખેતી કરવાથી કોઈભી જાતના દવાના છંટકાવ વગર ખેતી કરી શકાય છે અને મબલક પાક લઈ શકાય છે, તેથી ખેડૂતોને પણ ખેતી કરવી સેલી પડે અને સારા પ્રમાણમાં આવક મેળવી શકે તે જ જમીનને થતું નુકસાન પણ રોકાવી શકાય છે, દિશાનું માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા કિસાન મોરચાના મહામંત્રીઓ નિલેશભાઈ ખૂટી અને દિલીપભાઈ ખૂટી, કુતિયાણા તાલુકા ભાજપા પ્રમુખ લીલાભાઈ રાવલીયા, કુતિયાણા તાલુકા કિસાન મોરચાના
પ્રમુખ મહેન્દ્રભાઈ સંતોકી, કિસાન મોરચાના પ્રાકૃતિક ખેતી સંયોજક સંજયભાઈ ખૂટી, સોશિયલ મીડિયા ક્ધવીનર સંજયભાઈ ઓડેદરા, પ્રેસ મીડિયા ક્ધવીનર સંજયભાઈ ખીસ્તરીયા તથા અન્ય આગેવાનો, કાર્યકરો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
