માલ છુપાવનાર શખ્સની લોકલ ક્રાઇમ બ્રાન્ચે શોધખોળ હાથ ધરી: જિલ્લામાં હજારો રૂપિયાનો દેશી દારૂ થયો જપ્ત
રાણા ખીરસરા ગામે બાથરૂમમાં છુપાવેલ 40 હજાર રૂપિયાનો ચાર બાચકા દારૂ ઝડપાયો હતો. માલ છુપાવનાર શખ્શની લોકલ ક્રાઇમ બ્રાન્ચે શોધખોળ હાથ ધરી છે તથા જિલ્લામાં હજારો રૂપિયાનો દેશી દારૂ જપ્ત થયો છે.
રાણા ખીરસરામાં દરોડો
રાણાખીરસરાના વણકરવાસમાં રહેતા ખુશાલ રમેશ ચાંડપાએ તેના મકાનમા મોટા પાય દેશી દારૂ ઉતાર્યો હોવાની માહિતીના આધોરે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડયો હતો જેમાં ખુશાલ ચાંડપા હાજર મળી આવ્યો ન હતો પરંતુ પોલીસે તેના બાથરૂમમાંથી દારૂના ચાર બાચકા સહિત 40 હજારનો મુદ્ામાલ કબ્જે કર્યો હતો.
દારૂના અન્ય દરોડા
બોખીરાની આવાસ યોજનામાં રહેતો રાજુ ઉર્ફે રાજ હરસુખ ડાકી હાજર મળી આવ્યો ન હતો. પરંતુ પોલીસે તેના મકાનમાંથી 3000 રૂા.નો દારૂ કબ્જે કર્યો હતો. વીરડીપ્લોટ શેરી નં. 5નો લખમણ માલદે પરમાર હાજર મળી આવ્યો ન હતો પરંતુ પોલીસે 2000 રૂા.નો દારૂ તેના ઘરમાંથી કબ્જે કર્યો હતો. માધવપુરના વિજય મોહન સોલંકીને બાપા સીતારામના મંદિર પાસેથી 800 રૂા.ના દારૂ સાથે પકડી લીધો હતો. ઓડદરના વણકરવાસમાં રહેતા નાગા દુદા સાદીયાને 1000 રૂા.ના દારૂ સાથે પકડી લેવાયો હતો. કડીયાપ્લોટ શેરી નં. 3ના શૈલેષ રાજા પાંડાવદરાને 600 રૂા.ના દારૂ સાથે પકડી લીધો હતો. માધવપુરના દિનેશ ઉર્ફે વીનુ બાબુ વાઘેલાને 1200 રૂા.ના દારૂ સાથે પકડી લીધો હતો.
