PGVCL પોરબંદર વર્તુળ દ્વારા મેગા ડી.સી. ડ્રાઈવમાં રૂ.1.48 કરોડની થઇ વસુલાત

241 વિજજોડાણ કાપી નાખવામાં આવ્યા: 147 ટીમે કરી કામગીરી

પોરબંદર જિલ્લામાં વીજ તંત્રની ટિમ એ બાકીદારોના 241 વીજજોડાણ કાપી નાખ્યા હતા તથા એક કરોડ 48 લાખ જેવી રકમ એક જ દિવસમાં ભરપાઈ કરી હતી.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, પોરબંદર વર્તુળ દ્વારા વીજ બિલના બાકીદારો સામે મેગા ડી.સી. ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ડ્રાઈવમાં પોરબંદર વર્તુળ હેઠળના સીટી અને રૂરલ ડિવિઝનની કુલ 147 ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેમાં કુલ 4764 વીજ જોડાણોમાં પુટ-અપ (નોટિસ) આપવામાં આવ્યા હતા, જેની બાકી રકમ રૂ. 3.59 કરોડ જેટલી થાય છે.
ડ્રાઈવ દરમિયાન ડી.સી. પહેલા જ 2172 ગ્રાહકોએ રૂ. 1.31 કરોડ ની રકમ ભરપાઈ કરી હતી, જ્યારે બિલ ન ભરનારા 241 વીજ જોડાણો કાપવામાં (ડિસ્કનેક્ટ) આવ્યા હતા.
કુલ કામગીરીની વાત કરીએ તો સીટી ડિવિઝન 45 ગેંગ દ્વારા 1352 પુટ-અપ, 79 ડિસ્કનેક્શન, અને રૂ. 70.53 લાખની વસુલાત તથા રૂરલ ડિવિઝનમાં 102 ગેંગ દ્વારા 3412 પુટ-અપ, 162 ડિસ્કનેક્શન, અને રૂ. 78.21 લાખની વસુલાત કરવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમિયાન કુલ 2413 વીજ જોડાણો સામે રૂ. 1.48 કરોડ (148.74 લાખ)ની કામગીરી કરવામાં આવી હતી.
ઙૠટઈક દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવે છે કે વીજ પુરવઠો અવિરત જળવાઈ રહે તે માટે સમયસર વીજ બિલ ભરપાઈ કરી સહકાર આપવો તેમ જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ