Jai Hind

પોરબંદરમાં સ્મોલર ડિસ્ટ્રીક લેવલ કોસ્ટલ મોકડ્રીલ યોજાઈ

દરિયાઈ માર્ગેથી આતંકવાદીઓ જમીન માર્ગે ઘૂસણખોરી કરશે તેવી આપવામાં આવી હતી ચેતવણી

પોરબંદરની દરિયાઈ સુરક્ષા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસ મહાનિરીક્ષક દરીયાઈ સુરક્ષાની કચેરી ગુજરાત, ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષાએ દરીયાઈ
મોકડ્રીલ યોજવા અંગે સુચના
કરવામાં આવેલ હોય જેમાં કોસ્ટગાર્ડ, કસ્ટમ, જી.એમ.બી., ફીશરીઝ, સી.આઈ.એસ.એફ. વિગેરે એજન્સીઓ સાથે સંકલન કરી સ્મોલર ડિસ્ટ્રીક લેવલ કોસ્ટલ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ આ મોકડ્રીલ દરમ્યાન રેડ ફોર્સ ટીમ દ્વારા દરીયાઇ માર્ગેથી લેન્ડ થઇ જમીનમાર્ગે ઘુસણખોરી કરી આતંકવાદી પ્રવૃતીને અંજામ આપવા હુમલો કરશે તેવી સુચના આપવામાં આવેલ, જે અન્વયે પોરબંદર જિલ્લામાં 105 કીલોમીટર દરીયાકાંઠે પુરતો પોલીસ બન્દોબસ્ત ગોઠવામાં આવેલ જે મોકડ્રીલ અનુસંધાને ગોઠવવામાં આવેલ બન્દોબસ્તની સતર્કતા તપાસવા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બી. યુ. જાડેજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.