ગરેજ ગામે સગર્ભા માતાઓ માટે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

વિશાળ સંખ્યામાં ગ્રામ્યપંથકની મહિલાઓએ લીધો લાભ

પોરબંદર નજીકના ગરેજ ગામે સગર્ભા માતાઓ માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગરેજ ખાતે સગર્ભા માતાઓ માટે ખાસ એન્ટીનેટલ કેર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કેમ્પમાં મોટી સંખ્યામાં સગર્ભા બહેનોએ લાભ લીધો હતો.આ કેમ્પમાં ડો. નશરૂમ છુટાણી અને ડો. ગરીબા દ્વારા એ.એન.સી. ની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. સગર્ભા માતાઓના લોહીના રિપોર્ટની કામગીરી અસ્મિતાબેન મેર દ્વારા કરવામાં આવી હતી, જ્યારે એફ.એચ.એસ. પુરીબેન દ્વારા વજન, ઊંચાઈ અને રજીસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી હતી.સગર્ભા માતાઓને કેમ્પ સ્થળ સુધી લાવવા અને પરત ઘરે મૂકવા માટે ખિલખિલાટ વાન દ્વારા આયોજનબદ્ધ રીતે વાહન વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે બહેનોને ખૂબ જ સરળતા રહી હતી.સમગ્ર કેમ્પનું સફળ આયોજન અને સંચાલન પી.એચ.સી. ગરેજના સુપરવાઈઝર નારણભાઈ ચોટલીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત એમ.પી.ડબ્લ્યુ. રવિભાઈ સહિત પી.એચ.સી. ના સમગ્ર સ્ટાફના સહિયારા સંકલનથી કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો.આવા કેમ્પથી ગ્રામ્ય વિસ્તારની સગર્ભા માતાઓને સમયસર અને યોગ્ય આરોગ્ય તપાસ મળી રહે છે અને માતા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.

રિલેટેડ ન્યૂઝ