પોરબંદર મહાનગરપાલિકાના નિવૃત્ત પેન્શનરો જોગ યાદી

મોંઘવારી એરિયર્સની રકમ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો સાથે હિસાબી શાખાનો સંપર્ક કરવા થઈ અપીલ: જનરલ વિભાગના 63, સેનીટેશન વિભાગના 48 કર્મચારીઓ તથા 92 પેન્શનરોના ચેક ચુકવવાના બાકી

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નિવૃત્ત પેન્શનરો અને કર્મચારીઓને મોંઘવારી એરિયર્શની રકમ માટે જરૂરી દસ્તાવેજો પહોંચાડવા અપીલ કરવામાં આવી છે.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા તત્કાલીન પોરબંદર નગરપાલિકાના નિવૃત્ત પેન્શનરો તથા કર્મચારીઓને જાણ કરવામાં આવ્યું છે કે, મોંઘવારી એરીયર્સની ચૂકવણીની પ્રક્રિયા અંતર્ગત સંબંધિત લાભાર્થીઓને ચૂકવણી કરવામાં આવી રહી છે.
આ પ્રક્રિયામાં કેટલાક નિવૃત્ત કર્મચારીઓ, પેન્શનરો તથા તેમના વારસદારોના ચેક હજુ સુધી હિસાબી શાખા ખાતે ચૂકવવાના બાકી છે. મહાનગરપાલિકાની હિસાબી શાખા ખાતે ઉપલબ્ધ વિગતો મુજબ જનરલ વિભાગના 63 કર્મચારીઓ, સેનિટેશન વિભાગના 48 કર્મચારીઓ તથા 92 પેન્શનર કર્મચારીઓ, મળી કુલ 203 લાભાર્થીઓના મોંઘવારી એરીયર્સ સંબંધિત ચેકની ચુકવણી બાકી છે. સંબંધિત પેન્શનરો, નિવૃત્ત કર્મચારીઓ અથવા તેમના અવસાનના કિસ્સામાં કાયદેસર વારસદારો દ્વારા જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા બાદ ચૂકવણીની કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે. આથી સંબંધિત તમામ નિવૃત્ત પેન્શનરો, કર્મચારીઓ તથા કાયદેસર વારસદારોને સત્વરે પોરબંદર મહાનગરપાલિકાની હિસાબી શાખાનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. ચેકની ચુકવણીની કાર્યવાહી માટે લાભાર્થીઓએ પોતાની ઓળખ અને બેંક ખાતાની વિગતો ચકાસણી માટે જરૂરી સાધનિક કાગળો સાથે રજૂ કરવાના રહેશે.
ચૂકવણી માટે આવનાર પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓએ આધારકાર્ડ, બેંક પાસબુક સહિતના જરૂરી દસ્તાવેજો સાથે હિસાબી શાખાનો સંપર્ક કરવાનો રહેશે. જ્યારે સંબંધિત નિવૃત્ત કર્મચારી કે પેન્શનરના અવસાનના કિસ્સામાં તેમના કાયદેસર વારસદારે આધારકાર્ડ, બેંક પાસબુક, વારસાઈ હુકમ તથા અન્ય જરૂરી સાધનિક કાગળો રજૂ કરવાના રહેશે. મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે કે, બાકી રહેલી મોંઘવારી એરીયર્સની રકમની ચૂકવણીની કાર્યવાહી સમયસર પૂર્ણ થઈ શકે તે માટે સંબંધિત લાભાર્થીઓએ વિલંબ કર્યા વિના જરૂરી દસ્તાવેજો સાથે હિસાબી શાખાનો સંપર્ક કરવો. દસ્તાવેજોની ચકાસણી તથા જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયમોનુસાર ચૂકવણી અંગેની કાર્યવાહી કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ