ઉદ્યોગનગર પોલીસે ગુન્હો ડીટેકટ કરીને આરોપીની કરી ધરપકડ: સોની બજારમાં દાગીનાનું વેચાણ થાય તે પહેલા જ પકડી લેવાયો
બોખીરાના મુરલીધરપાર્કમાં ઘરફોડ ચોરી કરનાર પાડોશીની ધરપકડ કરવામાં આવી છે.
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા મિલકત સબંધી ચોરીના ગુન્હાઓને શોધી કાઢવા માટે સુચના કરેલ હોય જે અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ તથા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એમ.ડી.વાળા ના માર્ગદર્શન હેઠળ પોરબંદર ઉધોગનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા બોખીરાના મુરલીધર પાર્કમાં રહેતા શુભમકુમાર ગોપાલભાઇ માંડવીયાના મકાનમાંથી દાગીના અને રોકડની ચોરી થઇ હતી.
જેમાં સોનાનુ મંગલસુત્ર નંગ-1 કિ.રૂ.60876, સોનાની કાનની બુંટી નંગ-2 કિ.રૂ.21300, રોકડા રૂ.5000/- મળી કુલ કિ.રૂ.87,176ના સોનાના દાગીના તથા રોકડા રૂપીયાની ઘરફોડ ચોરી કરેલ હોય જે ઘરફોડમાં ગયેલ મુદામાલ તથા ચોર ઇસમને શોધી કાઢવા માટે ઉધોગનગર પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્ટાફ તપાસમાં હતા તે દરમ્યાન એ.એ.ડોડીયા તથા એ.એસ.આઇ. બી.પી.કારેણા ને સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે, પોરબંદર શહેર વિસ્તારમાં સોની બજારમાં એક ઇસમ સોનાનુ મંગલસુત્ર તથા સોનાની બુંટી સાથે વગર બીલે અલગ -અલગ સોનીની દુકાનોમાં વેચાણ કરવા માટે આવેલ હોય અને સોનાના દાગીનાની માલીકીપણાની હકીકત છુપાવતો હોય જેથી તુરત સદર જગ્યાએ જઇ મજકુર ઇસમને રોકી ચેક કરતા મજકુર પાસેથી સોનાનુ મંગલસુત્ર તથા સોનાની બુંટી નંગ-2 તથા રોકડા રૂ.5000/- મળેલ હોય જેથી મજકુરને આ સોનાના દાગીના રાખવા બાબતે બીલ માંગતા પોતાની પાસે બીલ કે કોઇ આધાર પુરાવો ન હોય અને સોનાના દાગીનાની માલિકી અંગે ગોળ ગોળ જવાબો આપતો હોય જેથી મજકુર ઇસમને યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા પોતે ગઇ તા.17-09-2026 ના રોજ બપોરના સમયે બોખીરા મુરલીધર પાર્ક -1 પાડોશમાં રહેતા શુભમકુમાર ગોપાલભાઈ માંડલિયાના રહેણાક મકાનમાંથી આ સોનાના દાગીનાની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. જેથી મજકુર ઇસમ મુરલીધરપાર્કમાં વાછરાડાડાના મંદિર પાછળ રહેતો આશીષ સુરેશભાઇ કોટીયા ઉવ.34 નેે ઉધોગનગર પોલીસ સ્ટેશન ખાતે લાવી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુન્હાને ગણતરીની કલાકોમાંજ ડીટેકટ કરી ચોરીમાં ગયેલ તમામ મુદામાલ રીકવર કરી પ્રસંશનિય કામગીરી કરેલ છે
આ કામગીરી પી.આઇ. એમ.ડી. વાળા તથા પી.એસ.આઇ. એ.એ.ડોડીયા, એ.એસ.આઇ. ભાવીનભાઇ પ્રવીણભાઇ, હેડ કોન્સ્ટેબલ વિશાલભાઇ રવજીભાઇ, વિજયસિંહ ભોજુભા, ભરતભાઈ નાથાભાઇ, પોલીસ કોન્સ્ટેબલ કનકસીંહ પરાક્રમસીંહ, ભૌતીકભાઇ હરીભાઇ દ્વારા કરવામાં આવી હતી.
