રખડતુ ભટકતુ જીવન ગાળતા હોવાનું બહાર આવ્યુ: પી.એમ. રીપોર્ટ બાદ મૃત્યુનું ખરુ કારણ બહાર આવશે
રાણાકંડોરણા ગામે ઝાડીઝાંખરામાંથી આધેડનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. રખડતુ ભટકતુ જીવન ગાળતા હોવાનું બહાર આવ્યુ હતુ. પી.એમ. રીપોર્ટ બાદ મૃત્યુનું ખરુ કારણ બહાર આવશે.
પીપળીયા ગામે ટોલનાકા પાસે રહેતા ટમુબેન દેવશી આગઠ દ્વારા રાણાવાવ પોલીસ સ્ટેશનમાં એવી વિગત જાહેર કરવામાં આવી છે કે કલ્યાણપુરના ચંદ્રાવાડા ગામના જેસાભાઇ લખમણભાઇ મોઢવાડીયા ઉ.વ. 52 રખડતુ ભટકતુ જીવન જીવતા હતા અને તા. 30-9ના સવારે રાણાકંડોરણા ગામથી પી.જી. વી.સી.એલ. ઓફીસ તરફ જતા રસ્તે ઝાડીઝાંખરામાંથી તેમનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેથી લાશનો કબ્જો લઇને પી.એમ.ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પી.એમ. રીપોર્ટ બાદ તેમના મૃત્યુ અંગેનું ખરુ કારણ બહાર આવશે તેમ પોલીસસૂત્રોએ જણાવ્યુ છે.
