ગુજરાત પ્રદેશ ભાજપ માચ્છીમાર સેલના્ર ક્ધવીનરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને કરી વિસ્તૃત રજૂઆત: મત્સ્યોધ્યોગક્ષેત્રે શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની તાતી જરૂરિયાત ઉપર મુકયો ભાર
ગુજરાતમાં સ્વતંત્ર ફિશરીઝ યુનીવર્સીટીની સ્થાપના કરવા પોરબંદરથી માંગ ઉઠી છે.ગુજરાત પ્રદેશ ભાજપ માચ્છીમાર સેલના ક્ધવીનરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને વિસ્તૃત રજૂઆત કરી છે. મત્સ્યોધ્યોગક્ષેત્રે શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની તાતી જરૂરિયાત ઉપર ભાર મૂકયો છે.
ગુજરાત પ્રદેશ ભાજપ માચ્છીમાર સેલના ક્ધવીનર મહેન્દ્રભાઇ જુંગીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે આપના દુરંદેશી નેતૃત્વ અને વિકાસલક્ષી અભિગમ હેઠળ ગુજરાત રાજ્ય સતત વિકાસના નવા આયામો હાંસલ કરી રહ્યુ છે. ગુજરાત આજે દેશના અગ્રણી અને વિકસિત રાજ્યોમાં સ્થાન ધરાવે છે. જે અમારા સૌ માટે ગર્વની બાબત છે.
ગુજરાત રાજ્યને વિશાળ દરિયાકિનારો, સમૃધ્ધ દરિયાઇ જળસંપદા, નદીઓ, જળાશયો તેમજ આંતરિક જળસંપદાનો વિશાળ વિસ્તાર પ્રાપ્ત થયેલો છે. આ કુદરતી સંશાધનોને વૈજ્ઞાનિક અને ટેકનોલોજી આધારિત રીતે ઉપયોગમાં લઇ મત્સ્યઉદ્યોગ અને જળકૃષિ ક્ષેત્રમાં રોજગાર, ઉદ્યોગસાહસિકતા, નિકાસ તથા રાજ્યની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર વધારો કરી શકાય છે.
મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં શિક્ષણ, સંશોધન, વિસ્તરણ સેવાઓ અને આધુનિક ટેકનોલોજીના એકીકરણ માટે વિશિષ્ટ ઉચ્ચ શિક્ષણ સંસ્થાની ખૂબજ આવશ્યકતા છે. દેશના વિવિધ રાજ્યોમાં ફીશરીઝ શિક્ષણ અને સંશોધન માટે વિશિષ્ટ યુનિવર્સીટીઓ, સંસ્થાઓની વ્યવસ્થા વિકસાવવામાં આવી રહી છે. (કેરળ, આંધ્રપદેશ અને તમિલનાડુ) તાજેતરમાં કર્ણાટક રાજ્યમાં પણ ફિશરીઝ ક્ષેત્રને સમર્પિત યુનિવર્સીટીની સ્થાપના તરફ મહત્વપૂર્ણ પગલુ લેવામાં આવ્યુ છે.
ગુજરાતની વિશાળ દરિયાઇ તથા આંતરિક જળસંપદા અને મત્સ્યઉદ્યોગની સંભાવનાઓને ધ્યાનમાં લેતા, રાજ્યમાં સ્વતંત્ર ફિશરીઝ યુનિવર્સીટીની સ્થાપના સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત બની છે.
આવી યુનિવર્સીટી દ્વારા વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ શકય બનશે જેવા કે મત્સ્યવિજ્ઞાન અને જળકૃષિમાં ગુણવત્તાયુકત ઉચ્ચ શિક્ષણ, દરિયાઇ અને આંતરિક મત્સ્યઉદ્યોગ માટે આધુનિક સંશોધન અને ટેકનોલોજીનો વિકાસ, માચ્છીમારો તથા માછલીપાલકો માટે વૈજ્ઞાનિક વિસ્તરણ અને તાલીમસેવાઓ. યુવાનો માટે રોજગાર તથા સ્વરોજગારની નવી તકોનું સર્જન, ઝીંગા, માછલી તથા અન્ય જળચર ઉત્પાદનોના ઉત્પાદન અને મૂલ્યવર્ધનમાં વધારો. મત્સ્યઉત્પાદનોની ગુણવત્તા, પ્રોસેસીંગ અને નિકાસને પ્રોત્સાહન, નીલી ક્રાંતિના લક્ષ્યોને સાકાર કરવામાં ગુજરાતની ભૂમિકા વધુ મજબૂત બનાવવી તેવી માંગ કરી છે.
ગુજરાત સરકારના વિકસિત ગુજરાતના સંકલ્પને અનુરૂપ, રાજ્યની જળસપદાનો મહત્તમ અને વૈજ્ઞાનિક ઉપયોગ કરીને મત્સ્ય ઉદ્યોગને વધુ સંગઠિત, આધુનિક અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ફિશરીઝ યુનિવર્સીટી મહત્વપૂર્ણ સીમાચિહ્ન બની શકે છે.
આથી આપને અપીલ છે કે ગુજરાત રાજ્યમાં સ્વતંત્ર ફિશરીઝ યુનિવર્સીટીની સ્થાપના કરવા અંગે યોગ્ય સ્તરે વિચારણા કરી જરૂરી કાર્યવાહી કરવા મહેન્દ્રભાઇ જુંગીએ જણાવ્યુ છે.
