ગાંધી જન્મજયંતીએ ગાંધીભૂમિમાં 2748 બોટલ દારૂ ભરેલો બોલેરો ઝડપાયો

પોલીસે પીછો કરતા વાહન રેઢુ મૂકી અજાણ્યો ઇસમ નાશી ગયો: 22 લાખ 86 હજારથી વધુનો મુદ્ામાલ પોલીસે કર્યો કબ્જે

પોરબંદરમાં ગાંધી જન્મજયંતીના દિવસે જ 2748 બોટલ દારૂ ભરેલો બોલેરો ઝડપાયો છે. આરોપી પોલીસને થાપ આપી ભાગી ગયો હોવાથી તપાસ હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાંથી દારૂ, જુગારની બદી દૂર કરવા સૂચના આપેલ હોય.
જે અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ તથા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ ઇન્સ્પેકટર એમ.ડી.વાળાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સોમનાથથી દ્વારકા નેશનલ હાઇવે ઉપરથી એક શંકાસ્પદ ફોરવ્હીલ પીકઅપ વાહન પસાર થતા તેમજ તેમની ઉપર કાળા કલરનું કાગળ ઢાંકેલ હોય જેમને રોકવાનો ઇશારો કરતા પીકઅપ વાહન રોકેલ નહી જેથી તેની પાછળ પોલીસની બોલેરો ગાડીથી પીછો કરતા પીકઅપ વાહનના ડ્રાયવરે કોલીખડાથી બખરલા રોડની સાઇડમાં કાચા રસ્તા પર પીકઅપ વાહન ઉભુ રાખી ચેક કરતા તેમાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની પેટી નંગ 229 બોટલ નંગ 2748 કિ.રૂા. 17,86,200 તેમજ પીકઅપ વાહનની કિ.રૂા. 5,00,000 એમ કુલ કિ. રૂા. 22,86,200ના મુદ્ામાલ સાથે મળી આવી કાયદેસરની કાર્યવાહી કરી ઇંગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરેલ છે. અને આરોપી નાશી છૂટેલ હોવાથી તેની તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ