પોરબંદર પેરોલ ફર્લો સ્કવોડની ટીમે રાણાવડવાળાના ઇસમને ગામના બસસ્ટેશન ખાતેથી પકડી લીધો
સંગઠિત ગુન્હા અને દારૂના ગુન્હામાં દશ મહિનાથી વોન્ટેડ શખ્શ ઝડપાયો છે. પોરબંદર પેરોલ ફર્લો સ્કવોડની ટીમે રાણાવડવાળાના ઇસમને ગામના બસસ્ટેશન ખાતેથી પકડી લીધો હતો.
જૂનાગઢ રેન્જના નાયબ
પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા તેમજ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પેરોલ, ફર્લો, વચગાળાના જામીન પરથી ફરાર કેદી, આરોપીઓ તથા ગેઝેટ તથા લાલશાહીથી ફરાર આરોપીઓને શોધી કાઢવા સૂચના કરવામાં આવેલ જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કવોડના પોરબંદરના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એમ. જાડેજા તથા પેરોલ ફર્લો સ્કવોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. જીણાભાઇ કટારા તથા હરેશભાઇ આહિર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વજશીભાઇ વરૂ તથા જેતમલભાઇ મોઢવાડીયાને બાતમી રાહે હકીકત મળેલ કે અંકલેશ્ર્વર સીટી બી.ડીવીઝન ભરૂચની બી.એન.એસ. ની કલમ તથા જી. પી.એ.ની કલમ તથા પ્રોહીબીશનની કલમ મુજબના કામે નાશતા ફરતા આરોપી રાણાવડવાળાના સિધ્ધેશ્ર્વર મંદિર પાસે રહેતા વેજા મેરામણ ચાવડા ઉ.વ.24 હાલ રાણાવડવાળા બસસ્ટેન્ડ ખાતે છે જે હકીકત આધારે તપાસ કરતા મજકુર મળી આવેલ હોય જેને પકડી રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. અને અંકલેશ્ર્વર બી-ડીવીઝન પોલીસ સ્ટેશન ભરૂચને જાણ કરવા તજવીજ કરેલ છે.
આ કામગીરીમાં પેરોલ ફર્લો સ્કવોડ પોરબંદર સબ ઇન્સ્પેકટર એચ.એમ. જાડેજા તથા એ.એસ.આઇ. એચ. કે. પરમાર, જે. આર. કટારા, પીયુષભાઇ બોદર, હરેશભાઇ આહિર, હેડ કોન્સ્ટેબલ પીયુષભાઇ સીસોદીયા, કેશુભાઇ ગોરાણીયા, વજશીભાઇ વરૂ, જેતમલભાઇ મોઢવાડીયા, ભુપેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ આકાશભાઇ શાહ તથા ટેકનીકલ
ટીમ પોરબંદર દ્વારા કરવામાં આવેલ છે.
