સેવ પોરબંદર સી ના 20થી 25 કાર્યકરોની પોલીસે કરી અટકાયત: અગાઉ અપાયેલી મંજૂરી અચાનક રદ કરી નાખવામાં આવી હોવાથી પોલીસે કરી કાર્યવાહી
પોરબંદરના આંગણે કદી ન થયું હોય તેવું થયું. દશેરાએ તો આપણે રાવણને બળતો જોયો છે, પણ શરદ પૂર્ણિમાની દૂધ જેવી ચાંદનીમાં પોરબંદરની ધરતીએ પહેલીવાર “પ્રદૂષણના દાનવ” ને બળતો જોયો. સ્થળ હતું પોરબંદરના ખારવાવાડ નજીક આવેલ અસ્માવતી ઘાટ જ્યાં આ દહન કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં સરકારની નીતિની ઝાટકણી કાઢવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા 20 થી 25 કાર્યકરોની અટકાયત થઈ હતી.
આજના આ કાર્યક્રમમાં રાવણ દહન ની થીમ કંઈક અલગ હતી. અહીં 10 માથા વાળો રાવણ એટલે દરિયાઈ પ્રદૂષણનો રાવણ હતો. જેતપુર પાઈપલાઈનના આ રાવણના દરેક માથા પર દરિયાઈ પ્રદૂષણ, સાગરખેડૂ પ્રદૂષણ, માછીમારોને થતું નુકસાન, દરિયાઈ જીવસૃષ્ટિનો વિનાશ, પર્યાવરણનું નુકસાન, પશુધનનું નુકસાન, આરોગ્યની સમસ્યા, પાણીનો બગાડ, જળચર જીવોનો વિનાશ, ખેડૂતોને થતી તકલીફ જેવા લેબલ લગાવ્યા હતા. તેના બે હાથમાં જઝઘઙ ઈંગઉઞજઝછઈંઅક ઠઅજઝઊ ઈંગઝઘ જઊઅ અને ઈકઊઅગ જઊઅ ઇંઊઅકઝઇંઢ ઋઞઝઞછઊ ના બેનર હતા.
સેવ પોરબંદર સી ના ડોક્ટર નુતનબેન ગોકાણી અને તેમની ટીમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં લોકો ઉમટી પડ્યા હતા.
48% કામ પૂર્ણ થવાના સમાચારે ચિંતા વધારી
તાજેતરમાં જેતપુર પાઇપલાઇન યોજનાના કોન્ટ્રાક્ટરો સાથેની બેઠકમાં સામે આવ્યું કે, આ પ્રદૂષિત પાણીની પાઇપલાઇનનું લગભગ 48% જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
ખેડૂતો પર દબાણ
અને કોર્ટમાં લડત
સેવ પોરબંદર સી નો આક્ષેપ છે કે કંપનીના લોકો ખેડૂતોના ખેતરમાં જઈ ખોટી રીતે સહી-સિક્કા કરાવી દબાણ કરે છે. આ યોજનાને રોકવા છેલ્લા બે વર્ષથી હાઈકોર્ટમાં ઙઈંક દાખલ કરવામાં આવી છે.
સરકારની નીતિની ઝાટકણી
વક્તાઓએ દરિયાને પ્રદૂષિત કરવાની સરકારની નીતિની ઝાટકણી કાઢી હતી અને સવાલ ઉઠાવ્યો હતો કે, “જો આ પાણી શુદ્ધ જ હોય તો દરિયામાં વહાવવાની શું જરૂર છે? શુદ્ધ હોય તો ખેતીમાં વાપરી લો. ઝેરી કેમિકલ યુક્ત પાણી દરિયામાં ઠાલવવાની આ કેવી નીતિ છે?”
દાનવ દહન –
એક પ્રતિકાત્મક હુંકાર
10 ફૂટ ઊંચા દાનવનું સાંજે 7 વાગ્યે સેવ પોરબંદર સી કમિટીના સભ્યોના હસ્તે દહન કરવામાં આવ્યું ત્યારે “સેવ પોરબંદર સી – જય હો” અને “દાનવ હટાવો, પોરબંદર બચાવો” ના નારા ગુંજ્યા હતા.
મંજૂરી રદ છતાં દાનવ દહન કરવામાં આવતા 25 કાર્યકરોની અટકાયત
આ કાર્યક્રમ માટે સેવ પોરબંદર સી દ્વારા અગાઉથી જ તમામ જરૂરી મંજૂરી લઈ લેવામાં આવી હતી અને તંત્ર દ્વારા મંજૂરી આપી પણ દેવામાં આવી હતી. પરંતુ રવિવારે સાંજે અચાનક પ્રાંત અધિકારી દ્વારા ઠવફતિંઆા મેસેજ કરીને જણાવી દેવામાં આવ્યું કે “તમારી મંજૂરી રદ કરવામાં આવી છે.”આમ છતાં આયોજકો દ્વારા નિર્ધારિત કાર્યક્રમ મુજબ પ્રદૂષણના દાનવનું દહન કરવામાં આવ્યું હતું. દહન બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરી લગભગ 25 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.કાર્યકરોએ જણાવ્યું હતું કે રાજકીય દબાણને લીધે જ આ મંજૂરી રદ કરવામાં આવી છે, કારણ કે અગાઉ મંજૂરી આપી દીધા બાદ અચાનક જ રવિવારે સાંજે મંજૂરી રદ કરવાનું કહેવામાં આવ્યું હતું.
