ખસીકારણ કરવાની કામગીરી કરનાર સંસ્થા પાસે એનિમલ વેલ્ફેર બોર્ડનું માન્ય પ્રમાણપત્ર પણ નહીં હોવાના થયા આક્ષેપ: જવાબદારો સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવા થઈ માંગ
પોરબંદરના ઓડદર ખાતે કાર્યરત એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર ગેરકાયદેસર હોવાની ફરિયાદ થઈ છે પશુપાલન વિભાગને પણ સેન્ટરની જાણ નહીં હોવાનું જણાવાયું છે તો બીજી બાજુ એનિમલ વેલ્ફેર બોર્ડનું માન્ય પ્રમાણપત્ર નથી તેવી સંસ્થા ખસીકરણ કરી રહી છે તેથી જવાબદારો સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવા માંગ થઈ છે.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ઓડદર ગામે આવેલ ગૌશાળામાં શ્વાન પકડીને ખસીકરણ/રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત પકડાયેલા શ્વાનોને રાખવાની સ્થિતિ અત્યંત ખરાબ અને નિયમ વિરુદ્ધ હોવાથી તેના હોદ્દેદારો સામે કાયદાકીય પગલા અને ફોજદારી ગુનો દાખલ કરવા બાબતે ફરિયાદ કરવામાં આવી છે.અરજદાર સામાજિક કાર્યકર રમેશભાઈ માલદેભાઈ ઓડેદરા
દ્વારા પોલીસ ઈન્સ્પેક્ટર, હાર્બર મરીન પોલીસ સ્ટેશન,પશુ નિયામક, જિલ્લા પંચાયત કચેરી, ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, સંયુક્ત પશુપાલન નિયામકની કચેરી, ગાંધીનગરત્રણ જગ્યાએ લેખિત ફરિયાદ આપવામાં આવી છે.એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર ગેરકાયદેસર હોવાની ફરિયાદ થઈ છે પશુપાલન વિભાગને પણ સેન્ટરની જાણ નહીં હોવાનું જણાવાયું છે તો બીજી બાજુ એનિમલ વેલ્ફેર બોર્ડનું માન્ય પ્રમાણપત્ર નથી તેવી સંસ્થા ખસીકરણ કરી રહી છે
અરજદારે તા. 21-10-2026ના રોજ ગૌશાળાની રૂબરૂ મુલાકાત લીધી હતી. ત્યાંની સ્થિતિ જોતા સરકાર અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. તેમના જણાવ્યા મુજબ, પકડેલા શ્વાનોને પૂરતી ખાવા-પીવાની વ્યવસ્થા રાખેલ નથી અને એક પાંજરામાં 3 અને 4 ની સંખ્યામાં શ્વાનો રાખવામાં આવેલ હતા. આવા કુલ 11 પાંજરામાં કુલ 28 શ્વાનો રાખેલ હતા. જે શ્વાન પર શસ્ત્રક્રિયા કરી હતી તે બે દિવસ બાદ પણ પોતાની મૂળ સ્થિતિમાં એટલે કે ભાનમાં આવ્યા ન હતા અને ગોથા ખાતા હતા.
આ સમગ્ર સત્ય હકીકત અરજદાર દ્વારા ફેસબુક પેજ પર લાઈવ કરવામાં આવેલ છે અને તેનું રેકોર્ડિંગ તેમના ફેસબુક એકાઉન્ટમાં ઉપલબ્ધ છે, જે ગમે ત્યારે નિહાળી શકાય છે. આવી ખરાબ હાલત જોતા અમારું અને અમારી સાથે રહેલ સાથીદારોનું હૃદય દ્રવી ઉઠ્યું હતું અને આંખમાં આંસુ આવી ગયા હતા અને ખુબ મોટી ઠેસ પહોંચી છે અને ખુબ દુ:ખ થયું છે.
હજી તો આ ખસીકરણ/રસીકરણની શુભ શરૂઆત કરી છે અને આવી રીતે કાર્ય કરે તો આ લોકો શ્વાનોને કાયદેસર મારી નાખવા જ ગૌશાળામાં લઈ આવતા હોય તેવું લાગી રહ્યું છે અને ચોક્કસ મારી નાખવાનો પ્લાન બનાવેલ હોય તેવું લાગી રહ્યું છે.આ સ્થિતિ જોતા સૌપ્રથમ સરકારની અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ શ્વાનોની સંભાળ રાખવામાં આવે અને હાલ જે પરિસ્થિતિ નિર્માણ પામેલ છે તે ફરી ન થાય તે માટે આ શ્વાનનો જે પ્રોજેક્ટ જે એજન્સી અરિહંત વેલફેર
એકેડેમી-ના માલિક પાટીલ સામે કાર્યવાહી કરવી અને સંલગ્ન સંસ્થાઓ કે એબીસી ડીપાર્ટમેન્ટ, પોરબંદર મહાનગરપાલિકા જેની જવાબદારી ફિક્સ થતી હોય તેવી તમામ કચેરી સામે કાયદાકીય પગલા ભરવા અને ફોજદારી ગુનો દાખલ કરવા વિનંતી કરવામાં આવી છે.
