પોરબંદર જિલ્લા પોલીસની ક્રાઇમ કોન્ફરન્સમાં ભગીરથસિંહ જાડેજાએ કાયદો અને વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાની રણનીતિ અંગે કરી ચર્ચા: શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓનું થયુ સન્માન
પોરબંદર જિલ્લામાં દિવાળી- નૂતન વર્ષના તહેવારો પહેલા લુખ્ખાઓ સામે પાસા અને તડીપારની કાર્યવાહી થશે તેવી મહત્વની જાહેરાત પોરબંદરના જિલ્લા પોલીસવડાએ યોજેલી ક્રાઇમ કોન્ફરન્સમાં કરી હતી.
પોલીસ અધિક્ષકની કચેરી ક્રાઇમ કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને માહે સપ્ટેમ્બર -2026ની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા તેમજ આગામી સમયમાં આવનાર તહેવારો જેમાં દિવાળી તથા નવ વર્ષ જેવા તહેવારો દરમ્યાન શરીર સબંધી અને મિલ્કત સબંધી ગુન્હાઓ ના બને તે સારુ અસરકારક પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા તથા ચાલુ માસ દરમ્યાન નાસતા ફરતા આરોપીઓ પકડવા સારુ તેમજ અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર વોચ રાખી ચોરી તથા ઘરફોડ ચોરીના ગુનાઓ બનતા અટકાવવા માટે અસરકારક નાઇટનું આયોજન
કરવા તથા ગ્રામીણ વિસ્તારમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અંગે તથા ગુનાઓ બનતા અટકાવવા અંગે તથા એચ.એસ. -એમ.સી.આર ચેક કરવા અંગે શહેર વિસ્તારમાં ટ્રાફિક નિયમન અંગે અસરકારક કામગીરી કરી અકસ્માતના બનાવો નિવારવા જરૂરી વ્યવસ્થા કરવા અંગે તથા તાજેતરમાં વધી રહેલા સાયબર ક્રાઇમના બનાવો બનતા અટકાવવા લોક જાગૃતિ કાર્યક્રમો કરવા તથા પોરબંદર જિલ્લામાંથી ગાંજો તથા અન્ય નશાકારક પ્રવૃત્તિઓ વિરૂધ્ધ ઝુંબેશ હાથ ધરી વધુમાં વધુ કેસો કરવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ.
ક્રાઇમ કોન્ફરન્સમાં પોરબંદર શહેર ડીવીઝન તથા મુખ્ય મથકના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા, ગ્રામ્ય ડીવીજનના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ તથા તમામ થાણા તથા બ્રાન્ચના અધિકારીઓ હાજર રહેલ હતા.
તેમજ સપ્ટેમ્બર -2026 માસમાં ગંભીર ગુનાના ઘણા વર્ષોથી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવાની તથા અનડીટેકટ ચોરીના ગુનાઓ ડીટેકટ કરવાની તથા શંકાસ્પદ હાલતમાંં મળી આવેલ અજાણ્યા પુરૂષની લાશની ઓળખ કરી મર્ડરનો ગુનો દાખલ કરાવી આરોપીને પકડી પાડવાની તથા એન.ડી.પી.એસ.ના કેસો શોધી કાઢવાની તથા ભેળસેળયુકત દૂધ તથા ઘી પકડવાની, છેતરપીંડી વિશ્ર્વાસઘાતના ગુનાના આરોપીઓ પાસેથી રૂપિયા રીકવર કરાવવાની કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહન મળે અને ભવિષ્યમાં તેઓ સારી કામગીરી કરતા રહે તે સારુ પ્રોત્સાહનરૂપે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનીત કરી બિરદાવવામાં આવ્યા હતા.
સન્માનિત થયેલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ
પોરબંદર જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાના હસ્તે સન્માનિત થયેલા અધિકારીઓ અને કર્મચારીઓમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ જીતુભાઇ દાસા, વીરેન્દ્રસિંહ પરમાર, સલીમભાઇ પઠાણ, કોન્સ્ટેબલ અજયભાઇ ચૌહાણ, એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. રવીન્દ્રભાઇ ચાંઉ, ભરતસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ મોહિત ગોરાણીયા, કોન્સ્ટેબલ સરમણ ખુંટી, કમલાબાગ પોલીસનાએ.એસ.આઇ. ચેતનભાઇ મોઢવાડીયા,હેડ કોન્સ્ટેબલ સુખાભાઇ જાંબુચા, કોન્સ્ટેબલ બલદેવભાઇ કારાવદરા, દેવેન્દ્રસિંહ જાડેજા, બગવદર પોલીસ મથકના પી.એસ.આઇ.આર.એ.ઝાલા અને માધવપુરના પી.એસ.આઇ. આર.ડી. નીનામાનો સમાવેશ થાય છે.
