પોરબંદર ભાજપ બક્ષીપંચ મોરચાની બેઠક યોજાઈ

ઓબીસીને 27% અનામત આપવા બદલ અને વડાપ્રધાનના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવા બદલ ઠરાવ પસાર થયા: બહોળી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત

પોરબંદરમાં ભાજપ બક્ષીપંચ મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોરબંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બક્ષીપંચ મોરચાની એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સંગઠન લક્ષી ચર્ચા તેમજ સમાજના હિત સંબંધિત વિષયો પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.આ બેઠકમાં કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા, બક્ષીપંચ મોરચા પોરબંદર જિલ્લા પ્રભારી વિશાલભાઈ ફાંગલિયા, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ ગીગનભાઇ બોખીરીયા, સુદામા ડેરી ચેરમેન આકાશભાઈ રાજશાખા, પોરબંદર જિલ્લા બક્ષીપંચ મોરચા મહામંત્રીઓ વિશાલભાઈ મઢવી, તથા વનરાજભાઈ ઓડેદરા, પોરબંદર જિલ્લાના તમામ મંડલ બક્ષીપંચ મોરચાના પ્રમુખ, મહામંત્રી, વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક નું સંચાલન પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નિલેશભાઈ ઓડેદરા દ્વારા કરવામાં આવ્યું હતુંબેઠક દરમિયાન બક્ષીપંચ મોરચા દ્વારા સર્વાનુમતે બે મહત્વપૂર્ણ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા:
બક્ષીપંચ સમાજના કલ્યાણ અને સર્વાંગી વિકાસ માટે 27% અનામતનો ઐતિહાસિક લાભ આપવા બદલ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં જનસેવા, સમર્પણ, સુશાસન અને રાષ્ટ્રનિર્માણની અવિરત યાત્રાના સફળતાપૂર્વક 25 વર્ષ પૂર્ણ થવા બદલ તેમને બિરદાવતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ 31 ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે તેમના દેશહિતના કાર્યોને યાદ કરી ગૌરવભેર બિરદાવવામાં આવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ