માધવપુરમાં જર્જરીત વીજપોલ અકસ્માત સર્જે તે પહેલા દૂર કરો

આંબેડકર નગર વિસ્તારના લોકો મુકાયા મુશ્કેલીમાં

પોરબંદર નજીકના માધવપુર ગામે જર્જરીત વીજપોલ અકસ્માત સર્જે તે પહેલા તેને દૂર કરવા માંગ થઈ છે.
પોરબંદર તાલુકાના આવેલ માધવપુર ખાતે આવેલા આંબેડકર નગરમા છેલ્લા ઘણા લાંબા સમયથી ઠેક ઠેકાણે જાહેર માર્ગો પર પી.જી.વી.સી. એલ. ના જર્જરીત હાલતમા વીજપોલ મોત બનીને આમતેમ લટકી રહ્યા હોવાથી જાહેર માર્ગ પરથી પસાર થતા રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા છે. કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા આવા મોત બનીને લટકતા વીજપોલ ને સત્વરે તાકીદે દુર કરવામા આવે અથવા વહેલી તકે મરામત કામ ગીરી હાથ ધરવામા આવે તેવુ આંબેડકર નગરમા વસવાટ કરતા લોકો માંથી પ્રબળ માંગણી ઉઠવા પામી પ્રાપ્ત માહિતી અનુસાર આમતો માધવપુર માં જાહેર માર્ગો ઉપર ઠેક ઠેકાણે જી. ઇ. બી. ના જર્જરીત બની ગયેલા વીજપોલ જોવા મળે છે. પરંતુ અહીં આવેલ સ્થાનિક વીજ કચેરીના જવાબદાર સત્તાવાળાઓની નજરમાં કેમ નહીં આવતા હોય તે તો રામ જાણે પરતું સ્થાનિક વીજ તંત્રની લાપરવાહી ના કારણે કોઈ મોટી દુર ઘટનાઓ ઘટે કે કોઈ ખાના ખરાબી સર્જાય અને ગંભીર અકસ્માતે કોઈની પણ જાનહાની થાય તે પહેલા આ અંગે વીજ તંત્રના ઉચ્ચ અધિકારીઓએ વહેલી તકે તાબડતોબ પગલા ભરીને માધવપુરના આંબેડકર નગરમાંથી આવા જર્જરીત વીજપોલને દુર કરવામાં આવે અથવા મરામત કામગીરી હાથ ધરવામાં આવશે ખરા તેવો સવાલ લોકોમાંથી સાંભળવા મળી રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ