કોરોના રસીકરણના બીજા ડોઝ પૂર્ણ કરવાની કામગીરીની સમીક્ષા યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા.24
રાજકોટના જિલ્લામાં કોરોના વેક્સીનેશનની કામગીરી 100 ટકા પૂર્ણથાય તેમજ જેનાગરિકોને કોરોના વીરોધી રસીના બીજા ડોઝ લેવાના બાકી છે, તેમને રસીકરણ માટે પ્રેરિત કરવાના માર્ગદર્શન સાથે આજે રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક મળી હતી.
આ બેઠકમાં કલેકટરે જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તેમજ તાલુકા હેલ્થ ઓફિસરોને બીજા ડોઝ માટે વેરીફીકેશન અર્થે ઘરે-ઘરે સર્વે કરી રસીકરણની કામગીરી પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ કંપની અને પેઢીઓના જે કામદારોના વેક્સિનેશન બાકી હોય તેમનું વેક્સિનેશન પૂર્ણ થાય તે માટે ઇન્ડસ્ટ્રીઝના એસોસીએશન તેમજ અગ્રણીઓ સાથે બેઠક કરવા અને પરિણામલક્ષી કામગીરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ તકે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ પણ જરૂરી માર્ગદર્શન આપી ગ્રામ્ય કક્ષાએ તલાટી અને આંગણવાડી બહેનોની મદદ લેવા જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ