રાજકોટ સહિત રાજ્યભરના રેસિડેન્ટ તબીબોનો વિરોધ

પીજી મેડીકલ પ્રવેશ સ્થગિત કરાતા કામનું ભારણ વધી જતા રોષ : કાળી પટ્ટીબાંધી વિરોધ નોંધાવ્યો

યોગ્ય પગલાં નહિ લેવાય તો સોમવારથી હડતાળ : પ્રેસિડેન્ટ રવિ કોઠારી
રાજકોટ જુનિયર રેસિડન્ટ ડોક્ટર એસોસિએશનના પ્રેસિડન્ટ ડો. રવિ કોઠારીની પૂછપરછમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 200 થી 250 જેટલા રેસિડેન્ટ તબીબોએ હાલ ફરજ સાથે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો છે. અને જો બે દિવસમાં યોગ્ય પગલા લેવામાં નહિ આવે તો સોમવારે માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખી ઓપીડી સેવાથી અળગા રહી આંદોલન ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.

રાજકોટ તા.27
પીજી મેડિકલ નીટ-કાઉન્સેલિંગમાં અનામત મુદ્દે સુપ્રીમકોર્ટમાં ચાલતા કેસમાં કેન્દ્ર સરકારે ઈડબલ્યુએસ અનામત માટે આવકમર્યાદાની સમીક્ષા કરવાનું જણાવી કમિટી રચવા કહ્યુ છે અને જે સાથે પીજી મેડિકલ કાઉન્સેલિંગ પ્રક્રિયા હવે એક મહિનો માટે સ્થગિત કરી દેવાઈ છે. જેને લીધે હાલ મેડિકલ કોલેજોમાં પીજીનો અભ્યાસ કરતા અને હોસ્પિટલોમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા સેક્ધડર યર અને થર્ડ યર રેસિડેન્ટ ડોક્ટરો પર વર્કલોડ વધશે. જેને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટરો-જુનિયર ડોક્ટરોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. યોગ્ય પગલાં લેવામાં નહિ આવે તો સોમવારે રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પાડી ઓપીડી સેવાથી અળગા રહેશે તેવી ચીમકી આપી છે.જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા નીટ-પીજી કાઉન્સેલિંગ સ્થગિત કરાતા આંદોલનની જાહેરાત કરવામા આવી છે.બી.જે.મેડિકલ ખાતેના જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા નેશનલ લેવલના જુનિયરરેસિડેન્ટ ડોક્ટર એસોસિએશનો સાથે ચર્ચા કર્યા બાદ હડતાળ પાડવાનું પણ નકકી કરવામા આવ્યુ છે. જેને પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ રેસિડેન્ટ ડોક્ટરોએ આજે સવારે 10 વાગ્યે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે એકઠા થઇ આવેદનપત્ર પાઠવી અને કાળી પટ્ટી ધારણ કરી ફરજની સાથો સાથ વિરોધ નોંધાવ્યો હતો.
બીજી બાજુ ફેડરશેન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશનના ડોક્ટર્સ એસો.દ્વારા 29મી અને 30મીએ ટોકન સ્ટ્રાઈક કરવામા આવશે અને 1લી ડિસેમ્બરે રાષ્ટ્રીય સ્તરે ઓપીડી સર્વિસ બંધ કરવામા આવશે તેમજ અચોક્કસ મુદતની હડતાળ જાહેર કરવામા આવશે.ઉપરાંત રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા જિલ્લા કલેકટરોને મેમોરન્ડ પણ અપાશે.અગાઉ જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા વડાપ્રધાનને પીજી મેડિકલ કાઉન્સેલિંગ મુદ્દે કોર્ટ કેસમાં તાકીદે નિકાલ લાવવા તાકીદે કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂૂ કરવા અપીલ પણ કરાઈ હતી.
હવે જાન્યુઆરી સુધી કાઉન્સેલિંગ પ્રક્રિયા સ્થગિત થઈ જતા રેસિડેન્ટ ડોક્ટરોમાં ભારે રોષ ફેલાયો છે અને રેસિડેડન્ટ ડોક્ટરોની ફરિયાદ છે કે દોઢ વર્ષથી પીજી મેડિકલની પ્રથમ વર્ષની બેચ આવી જ નથી જેથી ફર્સ્ટ યર રેસિડેન્ટ મળ્યા જ નથી, બીજા વર્ષના રેસિડેન્ટ અને ત્રીજા વર્ષના રેસિડેન્ટ કોરોનામાં દોઢ વર્ષથી સતત ફરજ બજાવી રહ્યા છે ઉપરાંત થોડા મહિમાં ત્રીજા વર્ષના રેસિડેન્ટની ફાઈનલ પરીક્ષા હોવાથી તેઓ તૈયારીમાં પણ લાગશે.હાલ દેશની મેડિકલ કોલેજોના 85 હજાર રેસિડેન્ટ ડોક્ટરો પર ખૂબ જ ભારણ વધ્યુ છે વધુ મહિના માટે છે. કાઉન્સેલિંગ સ્થગિત કરાતા રેસિડન્ટ ડોક્ટરો કફોડી હાતલમાં મુકાશે.

રિલેટેડ ન્યૂઝ