રોકાણકારોના કરોડો ઓળવી જનાર મંડળીના બે ભાગીદારો જામીન મુકત

અદાલતે 25.77 લાખની બેંક ગેરંટી રજૂ કરવાની શરતે જામીન આપ્યા

રાજકોટ,તા.13
રાજકોટમાં સમય ટ્રેડિંગ તથા આશિષ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના ભાગીદારોની રોકાણકારો સાથે છેતરપિંડી આચરવામ સબબ થયેલી ધરપકડના કિસ્સામાં ત્રણ ભાગીદારોને સેશન્સ અદાલતે શરતી જામીન પર છોડવા હુકમ કર્યો છે, તેમાં સાત દિવસમાં રૂૂપિયા 25.77 લાખની બેંક ગેરંટી કોર્ટમાં સમક્ષ રજુ કરવા સહિતની શરતો રખાઈ છે.
આ કેસની ટૂંકમાં હકીકત મુજબ સમય ટ્રેડિંગ તથા આશિષ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના ભાગીદારો સામે રાજેશભાઈ જીવરાજભાઈ વાઘેલાએ રોકાણકારોને સારૂૂ રીટર્ન મળશે તે માટે લાલચ, પ્રલોભન આપી વિશ્વાસમાં લઈ રોકાણકારોના રૂૂપીયા ઓળવી જઈ નાણાં પરત ન આપતા પોલીસમાં પ્રદિપભાઈ ખોડાભાઈ ડાવેરા, પાર્ટનર દિવ્યેશભાઈ કાલાવડીયા અને હિતેષભાઈ લુકકા વિરૂૂધ્ધ ફરીયાદ નોંધાવેલ. સદરહુ ફરીયાદના અનુસંધાને તપાસનીશ અધિકારી દ્વારા કુલ-11 આરોપીઓની ધ2પકડ કરવામાં આવેલ અને સદરહુ ગુન્હાના અનુસંધાને રૂૂા.2,95, 27,175/જેટલો મુદામાલ કબજે કરેલ છે અને કુલ727 સાહેદો દર્શાવી અદાલત સમક્ષ ચાજેશીટ મૂકાયું હતું.જેલમાં રહેલા આરોપીઓ પૈકી દિવ્યેશ કાલાવડીયા અને હિતેષ લુકકાએ સેશન્સ અદાલત સમક્ષ પ્રથમ વખત જામીન અરજી કરેલ જેમાં બંને પક્ષકારોની દલીલો, રજુ આતો બાદ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ યુ.ટી.દેસાઈ એવા મંતવ્ય ઉપર આવેલ કે રોકાણકારોના હિત તેમજ તેઓના રક્ષણને ધ્યાનમાં લઈ બંને અરજદારો રૂૂ.25,77,45,000/ ની બેંક સિકયુરિટી નાઝર, ડિસ્ટ્રિકટ કોર્ટ રાજકોટ સમક્ષ જામીન પર છુટયાના 7 દિવસમાં રજુ કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં આરોપી તરફે એડવોકેટ લલિતસિંહ જે. શાહી, ભુવનેશ એલ. શાહી, કુણાલ એલ. શાહી. સી.એમ.દક્ષિણી, યોગેશ બારોટ, સુરેશ ફળદુ, હિતેષ ગોહેલ, મનીષ ગુરુંગ રોકાયા હતા.

રિલેટેડ ન્યૂઝ