ખારચીયા પાસેથી દારૂ ભરેલી કાર સાથે 3 પકડાયા

23 બોટલ દારૂ અને 12 બીયરના ટીન કબ્જે

રાજકોટ તા.13
શહેરની ભાગોળે ખારચીયા ગામ પાસેથી પોલીસે પીછો કરી દારૂ ભરેલી કાર સાથે ત્રણ શખ્સોને ઝડપી લઈ 23 બોટલ દારૂ અને બીયરના ટીન કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ, ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન દારૂનો જથ્થો ભરેલી વેગનઆર કાર દીવથી રાજકોટ તરફ આવતી હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી વેગનઆર કારનો પીછો કરી ખારચીયા ગામ પાસે ચામુંડા હોટલ પાસે કારને કોર્ડન કરી તેને ઝડપી લઈ તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલ નં.23 (કિં.રૂા.9200) તથા બીયરના ટીન નં.12 (કિં.રૂા.600) મળી આવતા પોલીસે કાર સવાર ગુણવંત ભૂપતભાઈ મેર (નકલંક પાર્ક-3, આજીડેમ ચોકડી પાસે), કાનજી લઘરાભાઈ સોરાણી (રહે.નકલંક પાર્ક-3) તથા મહેશ પરસોતમભાઇ મોરવાડીયા (રહેે. કાળીપાટ)ને ઝડપી લઈ દારૂ, કાર મળી કુલ રૂા.1,12,800નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છ.ે

રિલેટેડ ન્યૂઝ