ગુંદાવાડીમાંથી જુગાર રમતા પાંચ ઝબ્બે

10870ની રોકડ ક્બ્જે કરાઇ

રાજકોટ, તા.13
ગુદાવાડીમાં ફલેટમાં જુગાર રમતા પાંચ શખ્સોને રૂા.10870ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલની સુચનાથી ભક્નિગર પોલીસ મથકના પીઆઇ જેે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.જે. હુણ, એએસઆઇ ફીરોઝભાઇ શેખ, રણજીતસિંહ પઢારીયા, પુષ્પરાજસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન ગુદાવાડી શેરી નં.25માં સુરસાગર એપાર્ટમેન્ટએ વીંગના ફલેટમાં દરોડો પાડી પતા ટીંચતા કિશન નિલેશભાઇ ઠકરાર, જીજ્ઞેશ ભરતભાઇ માંડવીયા, હિતેષ હસમુખભાઇ પાટડીયા, મુકેશ મનહરલાલ કલાડીયા અને રજનીશ મનુભાઇ રાણપુરાને ઝડપી પાડી પટ્ટમાંથી રૂા.10870ની રોકડ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ