હાઈ કોર્ટની ના છતા જૂના મેમો ઉઘરાવવા પોલીસના હવાતિયા

લોક અદાલતમાં કેસ કરવાની પોલીસની ગર્ભિત ધમકીથી ગભરાયેલા લોકો મેમો ભરવા ટ્રાફિક ઓફિસે ઉમટી પડ્યા

રાજકોટ, તા.22
રાજકોટની તીસરી આંખ આઇ-વે પ્રોજેકટ દ્વારા ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા વાહન ચાલકોને ફટકારવામાં આવેલા ઇ-મેમોના પ્રશ્ર્ને ગઇકાલે ટ્રાફિક પોલીસ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી અમવાર યાદીમાં જાન્યુઆરી 2022 બાદ ઇસ્યુ કરવામાં આવેલા ઇ-મેમો જે વાહન ચાલકીએ નથી ભર્યા તેઓને વહેલી તકે દંડ ભરી દેવા જણાવ્યું છે નહીંતર આવા વાહન ચાલકો સામે કોર્ટમાં એન.સી. કેસ કરવામાં આવશે. તેમ જણાવ્યું છે.
રાજકોટ શહેર ટ્રાફિકબ્રાંચ દ્વારા જિલ્લા કાનૂની સેવા સતામંડળના સહયોગથીસ ટ્રાફિક નિયમન ભંગ અંગે સીસીટીવી કમેરા મારફતે ફટકારવામાં આવેલા ઇ-મેમો ઘણા વાહન ચાલકો ભરતા ન હોય અને તેમના ઇ-મેમો વસુલવા માટે તાકીદ કરી વહેલી તકે ભરી જવાનું જણાવ્યું છે નહીતર આગામી તા.26-6-22ના ટ્રાફિક કોર્ટ સમક્ષ પેન્ડીંગ ઇ-મેમો અંગો એન.સી. કેસ મુકવામાં આવશે તેવી અમવાર યાદી પ્રસિધ્ધ કરી હતી.
ટ્રાફિક પોલીસ દ્વારા ઇસ્યુ કરવામાં આવીેલી પ્રેસનોટમાં ઇ-મેમો કયારતા તે અંગે કોઇ ઓખવટ નહી કરતા શહેરીજનોમાં ભારે ગભરાટ ફેલાઇ ગયો હતો અને ટ્રાફિક પોલીસની કાર્યવાહીથી બચાવ માટે આજે સવારથી જ પેડિગ ઇ-મેમો ભરવા માટે ટ્રાફિક ઓફિસે લાઇન લગાવી દીધી હતી.
ટ્રાફિક ઇ-મેમોના મુદ્દે અગાઉ વકીલ હિમાંશુ પારેખ અને કિરીટ નકુમ દ્વારા લડત કરી કોર્ટમાં અરજી કરતા ટ્રાફિક કોર્ટ દ્વારા 29 એપ્રિલ 2022ના રોજ ચુકાદો આપીને છેલ્લા 6 માસના ટ્રાફિક કરવામાં આવ્યા છે. તેવા વાહન ચાલકો સામે નોનકોગ્નીજેલન ગુનો (એન.સી) કેસ ટ્રાફિક કોર્ટમાં દાખલ કરવા તેમજ દરરોજ એન.સી. કેસના રીપોર્ટ કોર્ટમાં રજૂ કરવા ટ્રાફિક બ્રાંચને આદેશ આવ્યો છે.
ટ્રાફિક કોર્ટ પણ ચુકાદામાં છેલ્લા છ માસના જ ઇ-મેમો નો ઉલ્લખે કરી ચૂકાદો આપ્યો છે. જયારે છ માસ જૂના ઇ-મેમો સામે હાઇકોર્ટમાં જાહેર હીતથી અરજી દાખલ કરવામાં આવી છે જે અરજી હાલ પેન્ડીંગ હોવાનું જાણવા મવ્યું છે.
વકીલો દ્વારા જણાવ્યું હતુ કે કાયદાની જોગવાઇ મુજબ સી.આર.પી.સી. 468 મુજબ દંડને પાત્ર કલમો વાળા મેમા છ માસથી વધુ સમયના હોય તો તે વસુલાતને પાત્ર નથી પરંતુ ટ્રાફિક પોલીસે ઇરાદા પૂર્વક જાહેર કરેલી અમવાર યાદીમાં ઇ-મેમો અંગે સમય માટે સ્પષ્ટતા નહી કરી શહેરીજનોને ધંધો લગાડી દીવા હોવાનુ જણાવ્યું છે.
આ તકે ટ્રાફિકબ્રાંચના અધિકારીઓના સંપર્ક સાધતા 1 જાન્યુઆરી 2022 બાદના ઇ-મેમો જેને ભર્યા ન હોય તેવા વાહન ચાલોકને તાકિદે દંડ ભરી દેવાની કાર્યવાહી શરૂ કરી હોવાનું જણાવ્યું હતુ અને છે માસ દરમિયાન ઇસ્યુ થયેલા ઇ-મેમો નહી ભરનાર વાહન ચાલકો દંડ ન ભરે તો એન.સી. કેસ ટ્રાફિક કોર્ટમાં મુકવામાં આવશે તેમ જણાવ્યું છે.છ માસ જૂના ઇ-મેમો અંગો હાઇકોર્ટમાં જાહેરહીતની અરજી થયેલ હોય જેનો ચુકાદો શુ આવે છે તે હવે જોવાનુ રહ્યું છે.
બીજીબાજુ ટ્રાફિક પોલીસ દ્વારા છ માસ જૂના ઇ-મેમો અંગે પોલીસ વડાને દરખાસ્ત મોકલી આપી છે અને આવા ઇ-મેમો અંગે શું કહ્યુ તે હવે રાજય સરકાર અથવા હાઇકોર્ટ નિર્ણય લેશે તેમ જાણવા મળ્યું છે.

છેલ્લા છ માસના ઇ-મેમો ન ભરવા હોય કોર્ટમાં પડકારી શકાય: વકીલ
રાજકોટ શહેરની સુખાકારી માટે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનો ટ્રાફિક પોલીસ દ્વારા ઇ-મેમો ઇસ્યુ કરવા માટે ઉપયોગ શરૂ કરી દઇ છેલ્લા ત્રણ વર્ષમાં 100 કરોડથી વધારાના ઇ-મેમો ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે.તાજેતરમાં ટ્રાફિક કોર્ટ છેલ્લા છ માસના જ ઇ-મેમો ટ્રાફિક પોલીસ વસુલી શકશે તેવી સ્પષ્ટા કરી છે છતા ટ્રાફિકપોલીસ જૂના ઇ-મેમો વસુલ કરવા માટે દબાલ કરી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ