રાજકોટમાં 8 લાખના ડ્રગ્સની ડિલીવરી કરે તે પહેલા જ BCAનો છાત્ર પકડાયો

અમદાવાદ પોલીસે રાજસ્થાનના મોટી વેશનલ સ્પીકરને ઝડપી લઈ પૂછપરછ કરતા રાજકોટ-જામનગરનું કનેક્શન ખુલ્યું

રાજકોટ, તા.23
ઉડતા પંજાબની માફક ગુજરાતમાં ડ્રગ માફિયાઓનું જબરદસ્ત નેટવર્ક કામ કરી રહ્યું છે. જેમાં સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ડ્રગ્સના રવાડે ચડાવી દીધા બાદ વિદ્યાર્થીઓ પાસે જ ડ્રગ્સની હેરાફેરી કરવાતા હોવાનું બહાર આવ્યું છે ત્યારે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી રાજસ્થાની મોટીવ.શનલ સ્પીકર અને બી.સી.એ ના વિદ્યાર્થીને એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપી લઇ પૂછપરછ કરતા ડ્રગ્સની રાજકોટ ડિલેવરી કરવા જતો હોવાની કબુલાત આપી છે. આ અંગેની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પાસે શંકાસ્પદ હાલતમાં રખડતા યુવકને પોલીસે રોકતા આરોપી પોલીસથી બચવા ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે આરોપીને ઝડપી લઇ તલાસી લેતા તેની પાસેથી રૂા.8.36 લાખની કિંમતનું 63 ગ્રામ મેફેડેલ ડ્રગ્સ મળી આવતા પોલીસે રાજસ્થાન બાડમેર જિલ્લાના ગુડામાલાલી ગામના ગણપતરામ ઝાલારામ બિશ્ર્નોઇ (ઉ.વ.22)ની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં આરોપી ગણપતરામ પાસેથી ડાયરી મળી આવી હતી જેમાં સ્થાનીક બાળકો, વિદ્યાર્થીઓને ઉજજવળ કેરીયર અને અભ્યાસ માટે મોટીવેશનલ કરતો હોવાનું જણાવ્યું હતું. બી.સી.એ.નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાનો ખીસ્સા ખર્ચ અને અભ્યાસનો ખર્ચ કાઢવા માટે ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાની કબૂલાત આપી છે. બાડમેરના દેવરાજ ચૌધરી પાસેથી એમ.ડી. ડ્રગ્સ મેળવી જામનગરના મયુદ્દીનને ડ્રગ્સ પહોંચાડવાનું હતુ અને ડ્રગ્સની ડિલેવરી રાજકળોટ કરવાની હોવાનું જણાવ્યું છે. ગઇકાલે વિદ્યાર્થી ડ્રગ્સ લઇ અમદાવાદ આવ્યો હતો અને ત્યાંથી બસ દ્વારા રાજકોટ આવવા માટે જઇ રહ્યો હતો. ત્યારે પોલીસે ઝડપી લીધો હતો. આ કામગીરી કાલુપુર પોલીસ સ્ટેશનના પી.આઇ. ડી.જે. ચુડાસમા સહિતના સ્ટાફે કરી ડ્રગ્સમાફિયા દેવરાજ ચૌધરી અને મયુદ્દીનને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ