રાજકોટમાં 20 સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના ફિફટી નજીક

ભાવનગરમાં 11, જામનગરમાં 9, કચ્છમાં 4, અમરેલી-સુરેન્દ્રનગરમાં 1-1 દર્દી નોંધાયો : 22 દર્દી સાજા થયા

રાજકોટ તા.22
રાજકોટ સહિત રાજયભરમાં કોરોના કેસમાં સતત ઉછાળો નોંધાઇ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ રાજકોટમાં 20 સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં નવા 46 કેસ નોંધાતા કોરોના ફીફટી નજીક પહોંચી ગયો છે. નવા નોંધાયેલા કેસમાં રાજકોટમાં 20 ઉપરાંત ભાવનગરમાં 11, જામનગરમાં 9, કચ્છમાં 4 અને અમરેલી-સુરેન્દ્રનગરમાં એક-એક દર્દી નોંધાયો છે. જયારે રાજકોટમાં 10 મળી કુલ 22 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા છે.
રાજકોટ
રાજકોટ શહેર-જિલ્લામાં મહામારીએ ગતિ પકડી હોય તેમ દિન-પ્રતિદિન કેસો વધી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં નવા 20 કેસ નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 17 અને ગ્રામ્ય વિસ્તારમાં 3 કેસ નોંધાયા છે. જયારે રાજકોટમાં 10 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
જામનગર
જામનગર શહેર અને જિલ્લામાં કોરોના નો વ્યાપ વધ્યો છે, અને છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરના એક સાથે સાત અને ગ્રામ્ય વિસ્તારના બે સહિત નવ પોઝિટિવ કેસ નોંધાતાં આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ થઈ છે, અને લોકોએ પણ સાવધાન રહેવું ખૂબ જ જરૂરી બન્યું છે.

રિલેટેડ ન્યૂઝ