રાજકોટમાં ઘૂસાડાય તે પહેલા જ ભેળસેળ વાળુ 1400 લી. દૂધ પકડાયું

મહાપાલિકાની ટીમ ત્રાટકી : અમરાપરથી આવેલ બોલેરોની ઝડતી લેતા દૂધ મળ્યું

રાજકોટ, તા.22
રાજકોટ શહેરમાં ભેળસેળીયુકત દૂધ વેચાતું હોવાનું અનેક વખત ફરિયાદો ઉઠવા પામે છે. આથી ફૂડ વિભાગ દ્વારા લુઝ દૂધના સેમ્પલ લઇ લેબમાં મોકલી અપતા હોય છે. આ દૂધ ગ્રામ્ય વિસ્તારઓમાંથી આવતું હોય આજે બાતમીના આધારે આજી ડેમ ચોકડી પાસે ફૂડ વિભાગે વોચ ગોઠવી જામજોધપુર જિલ્લાના અમરાપર ગામના બોલેરો ગાડીને અટકાવી તલાસી લેતા બે ટાંકામાં ભરેલ 1400 લીટર ભેળસેળીયુકત દૂધ ઝડપી પાડી તેનો નાશ કરવામાં આવ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગને મળેલ માહિતી અન્વ્યે રાજકોટ શહેરમાં ભેળસેળ યુક્ત દૂધ સપ્લાય થતું હોવાની માહિતી મુજબ કોઠારીયા રોડ પર બે દિવસ થી વહેલી સવારના વોચ ગોઠવી ડેઝીગ્નેટેડ ઓફિસર એ. એન. પંચાલ, ફૂડ સેફ્ટી ઓફિસર આર. આર. પરમાર, ફૂડ સેફ્ટી ઓફિસર કે. જે. સરવૈયા તથા ટીમ દ્વારા કોઠારીયા મેઇન રોડ, આજીડેમ પોલીસ સ્ટેશન પાસેથી બોલેરો ગાડી વાહન નં. જીજે 10 ટીએકસ 5961ને અટકાવી પોતાની માલિકીના વાહનમાં દૂધને સપ્લાય કરતાં કારાભાઈ દેવાયતભાઇ મુછાળ (રબારી) (રહે: ડોલા તળાવ નેસ, ગામ. અમરાપર, તા. જામજોધપુર, જી. જામનગર) ની પૂછપરછ કરતાં તેઓ છેલ્લા દોઢ માસથી લોઠડા ગામમાં દૂધને સપ્લાય કરવા જતા હોવાનું જણાવેલ તથા હાલ વાહનમાં રહેલ બે ટાંકામાં આશરે 1400 લી. મિક્સ દૂધ (લુઝ) હોવાનું જણાવેલ. ડિપાર્ટમેંટ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાનને સ્થળ પર હાજર રાખી સદરહુ વાહનમાં રહેલ ટાંકામાંથી દૂધના નમૂના મિલ્કોસ્કેન થી તપાસતા સદરહુ દૂધનો જથ્થો ભેળસેળયુક્ત માલૂમ પડતા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ

રિલેટેડ ન્યૂઝ