રાજકોટના વોર્ડ નં.7 અને 13માં આજે પાણીકાપ

સપ્તાહમાં વધુ એક કાપથી દેકારો
(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.4
ભાદર યોજના આધારીત રીબડા ફિલ્ટર પ્લાન્ટ થી ગુરુકુળ પમ્પીંગ સ્ટેશનની વચ્ચે ગોંડલ રોડ પર એસ.ટી. વર્કશોપની સામે 900 એમ.એમ.ની પાઇપ લાઇન પર નવો બટરફલાય વાલ્વ મુકવાની કામગીરી સબબ આવતી કાલે ગુરુવારના રોજ ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં ગોંડલ રોડના વોર્ડ નં. 7 પાર્ટ, 13 (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે. અને તા.05-08- 2022, શુક્રવારના રોજ ઢેબર રોડના (વોર્ડ નં.07 પાર્ટ, 14 પાર્ટ, 17 પાર્ટ), માં પાણી વિતરણ બંધ રહેશે તેમ વોટરવર્કશ વિભાગે જણાવ્યું છે. આવતી કાલે ગુરૂકુળ ગોંડલ રોડ તરફના વોર્ડ નં. 13માં નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરુપ્રસાદ સોસાયટી, કૈલાસનગર, પંચશીલ સોસાયટી, હરિદ્વાર સોસાયટી, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા, ગુણવતીનગર, જે.કી.પાઠક પાર્ક, શિવનગર, રામનગર, લોધેશ્ર્વર સોસાયટી, માલવિયા નગર, અંબાજી કડવા પ્લોટ, સ્વાશ્રય સોસાયટી, વેધવાડી, જૂની પપૈયાવાડી, નવી પાપૈયા વાડી, ટપુભવાન પ્લોટ તથા ગુરૂૂકુળ ઢેબર રોડ તરફના વોર્ડ ંન. 7માં ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા વિગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. શુક્રવારના રોજ વોર્ડ નં. 14માં વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક સહિતના વિસ્તારોમાં પાણી નહીં મળે.

રિલેટેડ ન્યૂઝ