25મીએ પ્રજાપતિ સમાજ દ્વારા વેલકમ નવરાત્રી રાસોત્સવ યોજાશે

રાજકોટ,તા.22
સતત ચોથા વર્ષે એક દિવસીય સમસ્ત પ્રજાપતિ સમાજ ની રાત્રી, વેલકમ નવરાત્રી એટલે પ્રજાપતિ રાસોત્સવ 2022 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ ગ્રાઉન્ડમાં પારિવારિક વાતાવરણમાં 4 હજારથી વધુ ખેલૈયાઓ મનમુકીને રમી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રજાપતિ રાસોત્સવ 2022 માં પ્રિન્સ અને પ્રિન્સેસ થનાર ને ઈનામો આપવામાં આવશે. પાસ તેમજ વધુ વિગત માટે નીચે આપેલીકોઈ પણ સ્થળ ઉપર સંપર્ક કરવો. પાસ ની કિંમત રૂા.50 તથા બાળકો ફ્રી. આ કાર્યક્રમ માં ફક્ત પ્રજાપતિ સમાજના લોકો જ ભાગ લઈ શકશે. સતત ચોથા વર્ષે કંઈક નવું જ આપવાના હેતુસર પ્રજાપતિ રાસોત્સવ 2022 નું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 25 અને સાંજે 8.30 વાગ્યાથી શરૂૂ થશે તેમજ નસ્ત્ર લીયો લાયન્સ ગ્રાઉન્ડથથ અમિન માર્ગ કોર્નર, 150 ફૂટ રીંગ રોડ પર વિશાળ પટાંગણમાં ચુસ્ત બાઉન્સર સિક્યુરિટી અને આખા ગ્રાઉન્ડ માં સીસીટીવી કેમેરા ની વ્યવસ્થા વચ્ચે 4 હજારથી વધુ ખેલૈયાઓ રમી શકે અને 1000 થી વધુ લોકો નિહાળી શકે તેમજ વી. વી. આઈ. પી. બેઠક વ્યવસ્થા. સુંદર મંડપ ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં બોમ્બે નું પ્રખ્યાત ઓરકેસ્ટ્રા ગ્રુપ અને સિંગર શબ્બીર દેખેયાં, હર્ષી ગઢવી, તરુણ પંડ્યા પોતાના મધુર અવાજ ના સંગાથે ખેલૈયાઓને સંગીતના તાલે ઝુમાવશે. તેમજ ગ્રાઉન્ડ માં ખેલૈયાઓમાં ઉત્સાહ વધારવા માટે 1 લાખ વોટ ની સાઉન્ડ સિસ્ટમ અને ફાયર એન્ડ વોટર દ્રમ ની વ્યવસ્થા કરેલ છે. તથા આયોજકોએ નિર્ણાયક તથા તટસ્થ જજ ની ટીમ તૈયાર કરેલ છે. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે રાજેશ સવનીયા, પ્રફુલ કુકડીયા, વિજય ગોહેલ, દિલીપ છાંયા, રાજેન જાદવ, અરવિંદ ગોહેલ, શૈલેષ ટાંક, કેતન નેના, વિમલ પાનખણીયા, મહેશ ભરડવા, ભાવેશ ગઢવાણા, દિપક લાડવા, સંજય ગાઘેર, બ્રિજેશ નેના, પ્રવિણ કોરિયા, પાર્થ નેના, જયકર ગોહેલ, વિનોદ ભરડવા, સંજય ગઢિયા, પંકજ નેના, જયેશ માલવિયા, જગદીશ મજેવડીયા વગેરેએ જહેમત ઉઠાવી રહ્યા છે. ત્યારે રાજકોટ માં વસતા સમસ્ત પ્રજાપતિ સમાજના લોકોને હૃદયપુર્વક આમંત્રણ પાઠવવામાં આવે છે કે આપ સર્વે પરિવારજનોં તેમજ પ્રજાપતિ મિત્રો સાથે કાર્યક્રમમાં પધારવા આમંત્રણ છે. પાસે મેળવવા માટે વિવિધસ્થળો પર વ્યવસ્થા છે. ત્યારે એડ્રોઇટ કોર્પોરેશન, 219 કોસ્મો કોમ્પલેક્ષ, કાલાવડ રોડ, મહિલા કોલેજ ચોક, મો.72030 10101, એસ.જે. આઇટી સોલ્યુશન પ્રાઇવેટ લીમીટેડ 451, જાસલ કોમ્પ્લેક્ષ, નાણાવટી ચોક, 150 ફુટ રીંગ રોડ મો.93765 87288નો સંપર્ક કરવો.

રિલેટેડ ન્યૂઝ