રાજકોટ જિલ્લામાં એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં 18 હજાર ખાતા પોસ્ટમાં ખોલાયા

સરકારની ‘સુક્ધયા સમૃદ્ધિ યોજના’

રાજકોટ તા. 23
શ્રેષ્ઠ સમાજની પરિકલ્પનાને સાર્થક કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બેટી બચાવો-બેટી પઢાવોની સંકલ્પનાને લઈને આગળ ધપી રહી છે. જે અન્વયે દીકરીનું જીવન સુખ-સમૃધ્ધિથી સભર રહે તે માટે ભારત સરકારે સુક્ધયા સમૃધ્ધિ યોજના અમલી બનાવી છે. આગામી તા. 9 અને 10 ફેબ્રૂઆરી 2023 દરમિયાન સમગ્ર ભારતભરમાં “સુક્ધયા સમૃધ્ધિ” ખાતા ખોલવા માટેની ઝૂંબેશ હાથ ધરવામાં આવશે.
રાજકોટ ડિવિઝન પોસ્ટ ઓફિસમાં દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આ યોજના અંતર્ગત એપ્રિલ-2022 થી ડિસેમ્બર-2022 સુધીમાં અંદાજિત 18 હજાર જેટલા ખાતા ખોલવામાં આવ્યા છે અને રાજકોટ જિલ્લામાં આશરે 48 હજારથી વધુ દીકરીઓએ સુક્ધયા સમૃધ્ધિ યોજનાનો લાભ લઈ રહી છે. જે દીકરીઓના ખાતા નોંધાયેલા તેઓને દીકરીઓને 7.6 ટકાના દરે ચક્રવૃધ્ધિ વ્યાજ ચુકવવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લખનીયછે કે, 2015થી શરૂ થયેલી સુક્ધયા સમૃધ્ધિ યોજનાનો લાભ મેળવવા માટે 0 થી 10 વર્ષની વચ્ચે દીકરીનું કોઈપણ પોસ્ટ ઓફિસ કે અધિકૃત કરેલી બેંકમાં ખાતું ખોલાવવું આવશ્યક છે. જેમાં ખાતું ખોલાવ્યાથી 15 વર્ષ સુધી પૈસા ભરી શકાય છે. અને ખાતું ખોલાવ્યા બાદ 21 વર્ષે આ ખાતું પરિપક્વ થાય છે. આ ખાતામાં દર વર્ષે ઓછામાં ઓછી 250 થી વધુમાં વધુ 1 લાખ 50 હજારની રકમ જમા કરાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે રકમ જમા કરાવવી આવશ્યક છે. જમા રકમ ઉપર 80-સી હેઠળ ટેક્સની છુટ પણ મળે છે. તેમજ ઉચ્ચ અભ્યાસ માટે જમા થયેલી રકમના 50% નાણાં ઉપાડી શકાય છે, અને લગ્ન માટે દીકરીની ઉંમર 18 વર્ષ થાય ત્યારે ખાતું વહેલું બંધ કરાવી જમા રકમ ઉપાડી શકાય છે.

રિલેટેડ ન્યૂઝ