રાજકોટ તા. 23
રૂડાની સુચિત નગર રચના યોજના નંબર 38 મનહરપુર, રોણકી તથા યોજના નંબર 41 સોખડામાલિયાસણ મંજુર થયા બાદ રોડ રસ્તાના કબ્જા લેવાની શરૂઆત શરૂ કરવામાં આવી છે. ટીપી સ્કીમ મુજબ 15 મીટર, 18 મીટર, 24 મીટર, 30 મીટર અને 45 મીટરના રોડ બનાવવામાં આવશે આથી રોડ રસ્તામાં દબાણરૂપ બાંધકામો હટાવવાનો પ્રારંભ આજથી શરૂ કરવામાં આવ્યો છે. અમુક રોડ રસ્તાઓ અગાઉથી ખુલ્લા હોય તે કારના રસ્તા ઉપર ડામર કામ સહિતની કામગીરી ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે તેમ રૂડા ચેરમેન અમિત અરોરાએ જણાવ્યું હતું. રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના માન. અધ્યક્ષશ્રી દ્વારા નગર રચના યોજનાઓની કામગીરી ઝડપથી થાય તેવા પ્રયત્નોના ભાગ રૂૂપે પુર ઝડપથી સત્તામંડળ દ્વારા સત્તામંડળ વિસ્તારની સૂચિત નગર રચના યોજના નં.38/2(મનહરપુર રોણકી) તથા સૂચિત નગર રચના યોજના નં.41 (સોખડા-માલીયાસણ)નો મુસદો સરકારશ્રીમાં મંજુરી અર્થે સાદર કરતા સરકાર દ્વારા તા. 21/10/2022ના રોજ ઉક્ત બન્ને નગર રચના યોજનાઓ મંજુર થયેલ છે. સદરહુ બન્ને નગર રચના યોજનાઓના અમલીકરણ ભાગ રૂૂપે અધિનિયમ-1976ની કલમ-48(2) હેઠળ નગર રચના યોજનામાં સમવિષ્ટ ટી.પી રોડના અમલીકરણ કરવા અંગેના હક્કો સત્તામંડળને સુપ્રત થતા હાલે તે અંગેની કાર્યવાહીના ભાગ રૂૂપે સત્તામંડળ દ્વારા સદરહુ નગર રચના યોજનામાં સમાવિષ્ટ રે.સર્વેના ખાતેદારો પાસેથી તેમની માલિકી જમીનમાંથી પસાર થતા રોડના કબ્જા મેળવવાની કામગીરી ચાલુમાં છે. આથી ઉક્ત બંને નગર રચના યોજનામાં રોડના 100% કબ્જા મળ્યેથી બાકી રહેતા રોડ માટે સત્તામંડળ દ્વારા તેના અમલીકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આથી આ વિકસતા વિસ્તારોમાં પાયાની એવી પ્રાથમિક રોડની સુવિધા પ્રાપ્ત થતા આ વિસ્તારનો વિકાસ વેગવંતો થશે, તેમ રૂૂડાનાં ચેરમેન અમિત અરોરાએ જણાવ્યું હતું. મુસદારૂૂપ નગર રચના યોજના નં. 38/2(મનહરપુરરો ણકી)માં સતામંડળની ટીમ દ્વારા સર્વે હાથ ધરતા સ્કીમમાં સમાવિષ્ટ 45.00 મીટર સ્ટેટ હાઈવે (મોરબી બાયપાસ) કાર્યરત છે. તે સિવાયના સ્કીમમાં આશરે 32% રોડ સ્થળ પર ખુલ્લા તથા મેટલીંગ અને ડામર થયેલ છે. જેમાં સ્કીમના 45.00 મીટર, 30.00 મીટર અને 24.00 મી, 18.00મી અને 15.00મીટર સુધીના રોડનો સમાવેશ થાય છે. મુસદારૂૂપ નગર રચના યોજના નં. 41(સોખડા-માલીયાસણ)માં સતામંડળની ટીમ દ્વારા સર્વે હાથ ધરતા સ્કીમમાં સમવિષ્ટ ટી.પી રોડ પૈકી આશરે 17% રોડ સ્થળ પર ખુલ્લા તથા મેટલીંગ થયેલ છે. જેમાં સ્કીમના 45.00 મીટર, 30.00 મીટર અને 24.00 મી, 18.00મી અને 15.00મીટર સુધીના રોડનો સમાવેશ થાય છે તથા આંશિક રોડ પર બાંધકામોનું દબાણ દુર કરવા માટે અમલીકરણની કાર્યવાહી શરૂૂ કરવામાં આવશે.