રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેરા શાખા આકરા પાણીએ; 143ને નોટીસ

32 મિલકત સિલ, નળ જોડાણ કપાયું

રાજકોટ તા.24
વેરાવિભાગ દ્વારા આજરોજ રિકવરી ઝુંબેશ હાથ ધરી સપાટો બોલાવી વેરો નભરનાર 143 મિલ્કત ધારકોને જપ્તનીની નોટીસ આપી 32 મિલ્કત સીલ કરી અને એક રહેણાકની મિલ્કતનું નળ જોડાણ કટ કરી સ્થળ ઉપર રૂા. 1.10 કરોડની વસુલાત હાથ ધરી હતી. વેરા વિભાગ દદ્વારા આજરોજ 150 ફૂટ રીંગ રોડ પર આવેલ જાસલ કોમ્પ્લેક્ષમાં 1-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપતા રીકવરી રૂૂ.54,750 રામાપીર ચોક પાસે આવેલ 4- યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ. રૈયા રોડ વિસ્તારમાં 4-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ. સદર બજાર માં આવેલ ઓરબીટ કોમ્પ્લેક્ષ માં 3- યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ. જવાહર રોડ પર આવેલ એમ્બેસી ટાવર માં 2-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ. સદર બજારમાં 10-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ. શારદાબાગ પાસે આવેલ 2-યુનિટને નોટીસ આપેલ. નુતન પ્રેસ રોડ પર 4-યુનિટને નોટીસ આપેલ હતી. વેરાવિભાગ દ્વારા મધુવન સોસાયટી માં 4-યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂૂ.2.00 લાખ કુવાડવા રોડ 1-યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપતા રીકવરી રૂૂ.87,000 ન્યુ શક્તિ સોસા. 1- યુનિટ સીલ કરતા રીકવરી રૂૂ.1.50 લાખ. શ્રી રામપાર્ક માં આવેલ 1- યુનિટને સીલ કરતા રીકવરી રૂૂ.1.43 લાખ. ડી માર્ટ વાળા રોડ પર 8- મિલ્કતોને નોટીસ આપેલ. લાતી પ્લોટ વિસ્તારમાં 7-યુનિટને સીલ મારેલ કુવાડવા રોડ 4-યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂૂ.50,000 પેડક રોડ પર આવેલ 8-યુનિટ ને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂૂ.2.40 લાખ સંતકબીર રોડ પર આવેલ 1-યુનિટ નોટીસ આપતા રીકવરી રૂૂ.49,000 પરસુરામ ઇન્ડ. એરીયામાં આવેલ 4- યુનિટને નોટીસ આપેલ. તથા 1- યુનિટને સીલ મારેલ. માંઢા ડુંગર વિસ્તારમાં 2-યુનિટને નોટીસ આપેલ તથા રીકવરી રૂૂ.70,000/- બોબ્મે હોટલ ચોક પાસે આવેલ નોવોસ બિલ્ડીંગ માં 2-યુનિટને નોટીસ આપતા રીકવરી રૂૂ.1.20 લાખ ભક્તિનગર સ્ટેશનપ્લોટ પાસે આવેલ નક્ષત્ર-6 બિલ્ડીંગમાં 8-યુનિટને નોટીસ આપેલ તથા 5-યુનિટને સીલ મારેલ. બોબ્મે હોટલ ચોક પાસે આવેલ અજંતા કોમર્શીયલ કોમ્પ્લેક્ષ માં 1- યુનિટને સીલ મારેલ. ગોંડલ રોડ પર આવેલ રોનક કોમ્પ્લેક્ષ માં 1-યુનિટને સીલ મારેલ. ગોંડલ રોડ પર આવેલ 2-યુનિટને સીલ મારેલ. વિજય પ્લોટ વિસ્તારમાં 4-યુનિટને નોટીસ આપેલ. ગોંડલ રોડ પર આવેલ અમર કોમ્પ્લેક્ષ માં 2-યુનિટને સીલ મારેલ કરેલ. હતું. આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ 32- મિલ્કતોને સીલ કરેલ તથા 1-નળ કનેકશન કપાત તથા 143-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ રીકવરી રૂૂા.1.10 કરોડ રીકવરી કરેલ છે. આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી,મયુર ખીમસુરીયા,વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરો દ્વારા આસી.કમિશ્ર્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

રિલેટેડ ન્યૂઝ