રાજયના નવા પોલીસ વડાની રેસમાં અમદાવાદ પો.કમિશ્નર શ્રીવાસ્તવ મોખરે

અતુલ કરવાલ, અજય તોમર અને સંજય શ્રીવાસ્તવ દ્વારા એડીચોટીનું જોર લગાવાયું

રાજકોટ, તા.24
રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા આગામી 31 જાન્યુઆરી 2023ના રોજ વયનિવૃત થવાના છે ત્યારે રાજ્યના નવા ડીજીપી તરીકે કોણ આવશે તે પોલીસબેડામાં ચર્ચાએ જોર પકડ્યુ છે. ન વા મુદ્દે 99. આ વચ્ચે આઇપીએસ સંજય શ્રીવાસ્વસનું ડીજીની રેસમાં તેમનું નામ મોખરે હોવાનું પણ સામે આવ્યુ છે. અમદાવાદ અને સુરત પોલીસ કંમશનરે પણ આ હોદ્દો મેળવવા એડી ચોટીનું જોર લગાવ્યુ હોવાનું પણ ચર્ચાઇ રહ્યુ છે.
થોડા સમય અગાઉ કિમિટ દ્વારા છ જેટલા આઇપીએસ અધિકારીનું નામ કેન્દ્રીય ગૃહ વિભાગને મોકલી આપ્યુ હતુ. જેમાં અતુલ કરવાલનું નામ મોખરે હતુ. અત્યારે ચાલી રહેલી ચર્ચા મુજબ, રાજ્ય પોલીસ વડા બનાવવા માટે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને સુરત સીપી અજય તોમર પણ જોર લગાવી રહ્યા છે.
એક માહિતી મુજબ, અતુલ કરવાલનું નામ ડીજી તરીકે નક્કી થવાનું હોવાથી તેઓએ અત્યારેથી સામાન ગાંધીનગર ખાતે શીફટ કરવા લાગ્યા છે. જ્યારે સંજ્ય શ્રીવાસ્તવ પણ સંઘની મદદ લઇને ડીજી બનાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. જ્યારે અજય તોમર સી.આર.પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને ભલામણ કરીને ડીજીની તાજપોશી પોતાના નામે કરવા માટે દોડધામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે, એક આઇપીએસ અધિકારી બે દિવસ સુધી દિલ્હીમાં ધામા નાંખ્યા હતા પરંતુ ત્યાં કોઇ ન મળતા તે લીલા તોરણે રાજ્યમાં પરત આવી ગયા હતા.
રાજ્યના પોલીસવડા આશીષ ભાટીયાને અરકારે બે વખત એફાટેન્શન આપ્યા બાદ હવે 31 જાન્યુઆરીએ આશિષ ભાટીયા નિવૃત થવા જઇ રહ્યા છે. ત્યારે રાજય સરકાર દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અનુરૂપ નવા અધિકારીની નિમણૂંક કરવામાં આવશે. નવા ડીજીની નિમણૂક સાથે રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના પોલીસ અધિકારીઓની બદલીઓની ચર્ચા ચાલી રહી છે. સંજય શ્રીવાસ્તવ ડીજી બનેતો તેમના સ્થાને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે વડોદરાથી શમસેરસિંહને અમદાવદા સીપી તરીકે જયારે સુરત પોલીસ કમિશનર તરીકે રાજકુમાર પાંડીયન અને અનુપમસિંહ ગહલોતનું નામ ચર્ચામાં છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની પણ બદલીની ચર્ચા થઇ રહી છે.
રાજકોટ પોલીસ કમિશનર તરીકે હજુ સુધી કોઇ નામ ચર્ચામાં નથી પરંતુ સરકાર રાજ્યના ચારેય મહાનગર પોલીસ કમિશનર બદલાવવાના મુડમાં હોય તેવું લાગી રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ