રાજકોટ ભગવતીપરામાં બંધ મકાનના તાળા ખોલી 1.43 લાખની મતા ચોરી

મકાનમાંથી ઘરસામાન સહીતની ચીજવસ્તુ ચોરી

રાજકોટ તા. 24
રાજકોટમાં એક તરફ ઠંડી બોકાસો બોલાવી રહી છે. તોબીજી બાજુ ઠંડીનો લાભ લઈને તસ્કરોએ પણ ઉપાડો લીધો છે. જેમાં ભગવતીપરામાં રહેતો પરિવાર પ્રસંગે રાજસ્થાન ગયો ત્યારે પાંચ દિવસ બંધ મકાનના ડુપ્લીકેટ ચાથી તાળા ખોલી ઘરમાંથી દાગીના, રોકડ, ટીવી, હોમ થીયેટર મળી 1.43 લાખની માલમતા ચોરાઈ હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરામાં સુખસાગર સોસાયટી શેરી નં. 6 માં રહેતા સફાઈ કામદાર પવન પ્રવિણભાઈ પરમાર (ઉ.વ.42)એ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી તા. 17-1-23ના રોજ પરિવાર સાથે રાજસ્થાન પ્રસંગે ગયા હતા. અને રવિવારે પરત ફર્યા હતા. આ દરમિયાન પાંચ દિવસ બંધ પડેલા મકાનના ડુપ્લીકેટ ચાવીથી ખોલી ઘરમાંપ્રવેશ કરી તસ્કરો રૂા. 1,43,500ની માલમતા ઉઠાવી ગયા હતા. તસ્કરો સફાઈ કામદારના ઘરમાંથી પેનાસોનીકનું 42 ઈચનું ટીવી હોમથીયેટર, 4 નંગ બુટિયા, સોનાની લટ,ચાંદીના સાકળા અને રોકડ રૂા. 15 હજાર ગેસનો બાટલો, મીક્ચર મળી કુલ 1,43,500ની માલમતા ચોરી ગયાનું અને ચોરીમાંકોઈ જાણભેદુનો હાથ હોવાની શંકા વ્યક્ત કરતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.


રિલેટેડ ન્યૂઝ