ગોંડલમાં પગ લપસતા પરિણીતા મોતને ભેટયાની રાવ કરનારો પ્રેમી હતો હત્યારો

પી.એમ. રીપોર્ટમાં ભાંડો ફુટતા હત્યા કરનારા પ્રેમીની ધરપકડ

ગોંડલ તા.24
હાદશો કા શહેર મનાતા ગોંડલમાં છાસવારે નિતનવિ ઘટનાઓ બનતી હોય છે ત્યારે અત્રેના હરભોલે સોસાયટી માં રહેતા યુવાને છેલ્લા 8 માસથી સાથે રહેતી પરિણીત પ્રેમિકાને માથાના ભાગે ધોકો ફટકારી લોહી લુહાણ થતા સીડીના પગથીએથી લપસી પડી હોવાની વાર્તા ઘડી કાઢી સારવાર માટે દવાખાને લઈ ગયા બાદ તેનું મોત નીપજતા પોલીસ ની કુનાહભરી તપાસ અને પીએમ રિપોર્ટમાં તેનો ભાંડો ફૂટતા શહેર પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ હરભોલે સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા ભાવેશ બાબુભાઈ જોગરાદિયા ઉ.વ. 44 છેલ્લા આઠ માસથી તેનું ઘર માંડી ને સાથે રહેતી જસદણ તાલુકા ના ખડવાવડી ની પરિણીત પ્રેમીકા સોનલબેન રમેશભાઈ પલાળીયા સાથે રસોઈ બનાવવા બાબતે બોલા ચાલી થતા ઉશ્કેરાયેલા ભાવેશે તેના માથામાં લાકડા નાં ઘોકા નો ઘા ફટકારી ગંભીર ઈજા પહોંચાડી હતી બાદમાં સોનલબેન સીડીના પગથિયેથી લપસી પડી હોવાની વાર્તા ઘડી કાઢી સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ હોસ્પિટલે લઈ ગયેલો હતો જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજતા પોલીસ ને શંકા ઉદ્ભવી હતી. પીઆઈ.મહેશ સાંગાડા એ કુનેહભરી તપાસ હાથ ધરી સોનલબેનનું પીએમ કરવામાં આવતા રિપોર્ટમાં મહિલાના મૃતદેહમાં અન્ય કોઈ જગ્યાએ બીજા કોઈ ઈજા નાં નિશાન ન જણાતા હત્યા નો ભાંડો ફૂટતા પીઆઈ મહેશ સંગાડા એ આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 302 જીપીએસ કલમ 135 મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ હત્યા ની ઘટનાના ફરિયાદી મૃતક સોનલબેનના પુત્રી પાયલબેન પ્રદીપભાઈ મકવાણા એ પોલીસ ફરિયાદ કરી હતી.જેમા જણાવ્યું હતું કે તેના પિતાને પેરેલિસિસ નો હુમલો આવ્યા બાદ તેઓ પથારી વસ થઈ ગયા હતા બાદમાં તેણીની માતા સોનલબેન છેલ્લા આઠ એક માસથી તેના પ્રેમી ભાવેશ જોગરાદિયા નાં ઘરમાં બેસી ગયેલ હતી. આજે સવારે ભાવેશે તેને ફોન કરી કહ્યું હતું કે તારી માતાનું સીડી ના પગથિયેથી પડી જવાથી ઘાયલ થયેલ હતી અને સારવાર માં મૃત્યુ થયાનુ જણાવતા શંકા ગઈ હતી.
મૃતક સોનલબેન કેટર્સ મા કામ કરતા હતા.તથા ભાવેશ છુટક મજુરી કરતો હતો.તા.23 સોમવાર ના સાંજે બન્ને કામ પર થી ઘરે આવ્યા હતા.જ્યા જમવાનુ બનાવવા બાબતે બન્ન વચ્ચે કંકાસ થતા ભાવેશે ગુસ્સા ના આવેગ માં લાકડુ ફટકારી હત્યા કરી ખોટી સ્ટોરી ઉભી કરી અંતિમ યાત્રા ની તૈયારી કરી હતી.પરંત પીઆઇ.સાંગાડા ની ’આગવી’ પુછપરછ માં ભાવેશે પોપટ બની હત્યા કબુલી હતી.

રિલેટેડ ન્યૂઝ