કોરોનાએ માથુ ઉચકતા પૂર્વ ધારાસભ્યની મુખ્યમંત્રીને ફરિયાદ
ધોરાી તા. 17
ધોરાજી ઉપલેટા માં સિવિલ હોસ્પિટલ માં ઓકસીજન પ્લાન્ટ બંધ હાલત માં હાલ ફરી કોરોના ના એ માથું ઊંચક્યું છે ધોરાજી ના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા એ ગુજરાત ના મુખ્ય મંત્રી ને પત્ર લખી જણાવેલ કે હાલમાં ધોરાજી ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બંધ છે ત્યારે ફરી રાજકોટ જિલ્લામાં કોરોના નો વ્યાપ વધ્યો છે આવા સમયે ઓકસીજન પ્લાન્ટ ને તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવા જરૂરી છે લલિત વસોયાએ વધુમાં જણાવેલ કે ધોરાજી ઉપલેટા માં ઓકસીજન પ્લાન્ટ હાલ શોભા ના ગઠીયા સમાન છે એક તરફ આરોગ્ય વિભાગ સાવચેતી રાખવા માટે લોકો ને અપીલ કરે છે બીજી તરફ ઓકસીજન પ્લાન્ટ બંધ હાલત માં છે. કોરોના ના વધતા કેશ વચ્ચે ધોરાજી ઉપલેટા ની સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ સુવિધા ઉપલબ્ધ નથી પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આક્ષેપક કરતા જણાવેલ કે ભાજપ ના મંત્રી ના નજીક ના વ્યક્તિ નો કોન્ટ્રાક્ટ હોવાને કારણે પ્લાન્ટ રીપેરીંગ થતો નથી સિવિલ હોસ્પિટલના અધિક્ષક એ પણ એ વાત નો સ્વીકાર કર્યો કે ઓકસીજન પ્લાન્ટ બંધ હાલત માં છે જેની જાણ ગાંધીનગર આરોગ્ય વિભાગ ને કરાઈ છે પરંતુ આ વિસ્તારમાં કોરોના નો વ્યાપ વધે એ પહેલા ધોરાજી ઉપલેટા બંને વિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ તાત્કાલિક રીપેર કરવો જોઈએ