રાજકોટમાં બે વર્ષ પૂર્વે મવડી વિસ્તારમાં 25 લાખની ચોરી કરનાર નેપાળી ઝડપાયો

ક્રાઈમ બ્રાંચે પૂછપરછ કરતા બેંગલોર, તેલંગાણા અને મુંબઈની ચોરી કબુલાત

રાજકોટ તા. 17
શહેરમાં લોકડાઉન પૂર્વે મવડી ગામમાં 25.20 લાખની ચોરી કરી નાશી છુટેલા નેપાળી ચોકીદારને ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી ઝડપી લીધો હતો. જેની પુછપરછમાં રાજકોટમાં હાથપેરો કર્યા બાદ તેલંગણા, બેંગ્લોર અને મુંબઈમાં પણ ચોરી કર્યાની કબુલાત આપતાં પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ મવડી ગામે બાપા સીતારામ ચોક પાસે આલાપ રોયલ ધામમાં રહેતા જીતુભાઈ લવજીભાઈ સોરઠઈયાના મકાનમાંથી ગત તા.21-3- 2020ના રોજ 25.20 લાકની ચોરી કરી નાશી છુટેલા નેપાળી ચોકીદાર મહેશ બાલારામ મોતીરામ ભંડારીને ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે પુલ પરથી ઝડપી લઈ તેની ધરપકડ કરી હતી. પ્રાથમિક પુછપરછમાં તે ચોકીદાર તરીકે રહી વાહનો ધોવાનું કામ કરી મકાન માલીકનો વિશ્ર્વાસ કેળવી લેતો દરમિયાન મકાન માલીક કોરોના હોવાથી તેના ભરોસે મકાન છોડી વતનમાં જતાં તેણે બેંગ્લોરથી સાગરીતને બોલાવી પત્ની સાથે મળી ચોરીને અંજામ આપ્યો હતો. રાજકોટ ચોરી કર્યા બાદ 2021માં તેલંગણામાં સવા લાખની ચોરી, 2022માં બેંગ્લોરમાં અડધા લાખની અને ચાર મહિના પૂર્વે મુંબઈના નાગપાડા વિસ્તારમાંથી મોબાઈલ અને રૂા.22 હજારની રોકડની ચોીર કર્યાની કબુલાત આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ નેપાળી ચોકીદાર શાતિર મગજનો છે તેને ચોરી કર્યા બાદ મોબાઈલ બંધ કરી સીમકાર્ડ કાઢી નાંખ્યું હતું અને અન્ય મોબાઈલમાં બીજા નંબરનો ઉપયોગ કરતો હતો તેમ છતાં ટેકનીકલ માધ્યમથી બેંગ્લોર મુંબઈ સહિતના લોકેશન મેળવી તેને પકડવા વેશ પલટો કરી વોચ ગોઠવી હતી. પરંતુ બંને હાથ લાગ્યા ન હતાં અને રાજકોટમાં જ લોકેશન મળતાં પોલીસે આરોપીને દબોચી લીધો હતો.

રિલેટેડ ન્યૂઝ