રાજકોટમાં સગીરાની છેડતી-હુમલો કરી એસીડ એટેકની ધમકી આપતા ફરિયાદ

આરોપી સેજુ પઠાણ સામે પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી

રાજકોટ તા. 17
શહેરના પોપટપરા વિસ્તારમાં ઘરમાં ધુસી શખ્સે સગીરા ઉપર નિર્લજ્જ ક્રમનો કરી એસીડ ફેંકી મોઢું બગાડી નાખવાની ઘમકી આવ્યાની ફરીયાદ સ્વભાવના શખ્સે સગીરા સાથે બબજબરી કરી પિતા અને ભાઇને મારી નાખવાની ધમકી આપી હતી. જાણવા મળતી વિગત મુજબ પોપટપરા વિસ્તારમાં રહેતા મહિલાએ પ્રનગર તરીકે પોપટપરામાં જ રહેતા સેજાન ઉર્ફે સેજુ દીલાવરખાન પઠાણ (રે. પોપટપરા, કૃષ્ણનગર-5)નું નામ આવ્યું છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા. 21/2ના સાંજે તેની 16 વર્ષીય સગીર પુત્રી ઘરે એકલી હતી. ત્યારે આરોપી સેજાન ઉર્ફે સેજુએ ઘરમાં ધુસી પુત્રીનો હાથ પકડી દિવાલ પાસે ઊભી રાખી તેની છાતી ઉપર હાથ મૂકી બળજબરી કરી નિર્લજ્જ હુમલો કર્યો હતો અને આ વાત કોઇને કહીશ તો તારા પપ્પા અને ભાઇને જાનથી મારી નાખવાની તેમજ ‘તારા મોઢા ઉપર એસીડ ફેંકી મોઢુ બગાડી નાખીશ’ તેવી ધમકી આપી હતી. આ અંગે પ્રનગર પોલીસે સગીરાના માતાની ફરીયાદ પરથી આરોપી વિરૂદ્ધ નિર્લજ્જ હુમલો, ધમકી, પોકસો સહિતની કલમી હેઠળ ગુનો નોંધી પીઆઇ એમ.જી. વસાવાએ વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે આરોપી સેજાન ઉર્ફે સેજુ ઝનૂની સ્વભાવની હોય તેના પરિવારે સગીરા સાથે વેવિશાળનું માંગુ નાખ્યું હતું. પરંતુ સગીરાના પરિવારજનોએ વેવિશાળની ના પાડી દીધી હતી. જેથી ઝનૂની સ્વભાવના આરોપીએ બળજબરીથી ઘરમાં ધુસી સગીરાની એકલતાનો લાભ લઇ તેની ઉપર નિર્લજ્જ હુમલો કરી એસિડ એટેક કરી મોઢુ બગાડી નાખવની ધમકી આપી હતી. જેથી પરિવારે સગીરાની સલામતી માટે અમદાવાદ મોકલતી દીધી છે.

રિલેટેડ ન્યૂઝ